આ માણસ નહીં, રોબો છે

17 January, 2022 08:23 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર એક ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં એક રોબો માનવીય લાગણીને અનુરૂપ એના ચહેરા પર થતા ફેરફારની આબાદ રીતે નકલ કરે છે

રોબો

જો તમે સાયન્સ-ફિક્શન ફિલ્મોના શોખીન હો તો આ સમાચાર તમને ચોક્કસ ગમશે. સોશ્યલ મીડિયા પર એક ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં એક રોબો માનવીય લાગણીને અનુરૂપ એના ચહેરા પર થતા ફેરફારની આબાદ રીતે નકલ કરે છે. 
જોકે અનેક લોકો માણસો જેવાં જ આંખો, વાળ, ભવાં, નાક અને હોઠના સર્જનથી ભયભીત થયા છે. એનાં આ અંગોની મદદથી એ માનવ જેવા જ હાવભાવ દર્શાવી શકે છે. ઈએચએ ન્યુઝ દ્વારા પોસ્ટ કરાયેલી આ વિડિયો-ક્લિપમાંનો રોબો આબાદ માણસ જેવો લાગે છે. 
૧૩ જાન્યુઆરીએ શૅર કરાયેલી આ ક્લિપને અત્યાર સુધી ૨૩૦ લાખ વ્યુઝ, ૪૬,૦૦૦ લાઇક્સ અને ૪૨,૦૦૦ રીટ્વીટ મળ્યાં છે.

offbeat news international news