હવે તમારાં લગ્નમાં ફોટોગ્રાફી માટે પણ રોબો બોલાવી શકાશે

31 May, 2019 09:32 AM IST  |  ઈંગ્લેન્ડ

હવે તમારાં લગ્નમાં ફોટોગ્રાફી માટે પણ રોબો બોલાવી શકાશે

ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમસ્થિત એક કંપનીએ ઈવા નામ સેલ્ફી-રોબો ડિઝાઇન કર્યો છે. એની ૨૩.૮ ઇંચની ટચસ્ક્રીન છે જેના દ્વારા ક્લાયન્ટ્સ પોતાનો સેલ્ફી લઈ શકે છે. ઈવાની સ્ક્રીન પર સવાલ પુછાય છે કે શું તમારે સેલ્ફી લેવો છે? આ રોબો બોલી પણ શકે છે. કોઈ જાહેર પ્રસંગમાં જેમ ફોટોગ્રાફર દરેક જગ્યાએ ફરતો રહે છે અને ફોટોગ્રાફ્સ પાડે છે એમ ઈવા રોબો પણ આમતેમ ફરતો રહે છે અને છતાં કોઈનીયે સાથે ભટકાતો નથી.

જો તમારે ફોટો પાડવો હોય તો એ ક્લિક કરી આપે છે અને ફોટો ઇમેલ દ્વારા યુઝરને મોકલી પણ આપે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું આ વધુ એક ઉદાહરણ છે. બ્રિટનના કેટલાક યુગલોને લગ્નસમારંભોને વધુ રોમાંચક બનાવવા માટે આવા રોબો ફોટોગ્રાફર હાયર કરવાનું ગમવા લાગ્યું છે. જોકે આ સર્વિસ જરા મોંઘી પડે એમ છે કેમ કે આ રોબોને ત્રણ કલાક હાયર કરવાનો ખર્ચ છે ૪૯૯ પાઉન્ડ એટલે કે લગભગ ૪૪,૦૦૦ રૂપિયા અને એ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જુદો.

offbeat news hatke news