ગોરખપુરમાં શરૂ થયેલી રેસ્ટોરાંમાં રોબોદીદી પીરસે છે ખાવાનું

19 May, 2026 11:35 AM IST  |  Gorakhpur | Gujarati Mid-day Correspondent

આ રોબો જ ગ્રાહકોનું સ્વાગત કરે છે અને એ જ તમને ટેબલ પર ફૂડ સર્વ કરે છે

સાવો નામની રેસ્ટોરાંમાં હવે રોબો દ્વારા ફૂડ સર્વ થાય છે

મોટાં શહેરોમાં રેસ્ટોરાંમાં હવે રોબોઝ જોવા મળે એની નવાઈ નથી રહી, પરંતુ ગોરખપુર જેવા ટૂ-ટિયર શહેરમાં પણ હવે રોબોવાળી રેસ્ટોરાં શરૂ થઈ ગઈ છે. સાવો નામની રેસ્ટોરાંમાં હવે રોબો દ્વારા ફૂડ સર્વ થાય છે. આ રોબો જ ગ્રાહકોનું સ્વાગત કરે છે અને એ જ તમને ટેબલ પર ફૂડ સર્વ કરે છે. આ રોબોને રોબોદીદી કહીને સંબોધવાની હોય છે. એ ખાવાનું લઈને તમારા ટેબલ સુધી લઈને આવે છે. જોકે આ બધું જ રિમોટ કન્ટ્રોલથી ચાલે છે. એક સ્ટાફ મેમ્બર સતત રોબોને ટૅબ્લેટ પરથી કન્ટ્રોલ કરે છે. કિચનમાં ઊભેલા કર્મચારીઓ રોબોને ડબલડેકર ટ્રેમાં ભોજનની ડિશો મૂકી આપે છે. ગ્રાહકોએ જાતે જ એ ટ્રેમાંથી પોતાની ડિશ લઈ લેવાની રહે છે. 

gorakhpur food and drink offbeat news national news news