બૅન્ગલોરના આ કલાકાર નારિયેળનાં કોચલાંમાંથી હાથી અને વાનર જેવાં મસ્ત પ્રાણીઓ બનાવે દે છે

20 June, 2026 02:08 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ પ્રાણીઓનાં શિલ્પોને બ્રાઉન રંગ આપીને એક સરખો લુક આપવામાં આવ્યો છે

આ કચરામાંથી બનાવેલાં શિલ્પો તેઓ ખૂબ સસ્તા ભાવે વેચે છે

બૅન્ગલોરમાં રોડના કિનારે એક કલાકારે પોતાનો અડ્ડો જમાવ્યો છે. વયોવૃદ્ધ ઉંમરના આ ભાઈ જૂનાં, તૂટેલાં અને બ્રાઉન રંગના નારિયેળનાં કોચલાંના ઢેર સાથે બેસે છે. તેઓ એ કચરામાંથી અવનવાં પ્રાણીઓને શેપ આપે છે. હાથી, વાનર, સસલું, કાબચો કે એવાં પ્રાણીઓનાં શેપમાં એ નારિયેળનાં કોચલાંને શેપ આપવામાં આવે છે. કોઈ જ મોંઘાં ઉપકરણો વિના રોડની કિનારીએ બેસીને આ ભાઈ નારિયેળનાં કોચલાંને કોતરે છે અને એ કોતરણીમાંથી અદ્ભુત શબ્દ પણ નાનો લાગે એવાં જીવંત પ્રાણીઓ તૈયાર કરી નાખે છે. આ પ્રાણીઓનાં શિલ્પોને બ્રાઉન રંગ આપીને એક સરખો લુક આપવામાં આવ્યો છે. નારિયેળનાં કોચલાં ઉપરાંત એનાં છોતરાંનો પણ ઉપયોગ કરે છે. આ કલાકારનું નામ શું છે એ તો ખબર નથી, પરંતુ રોજ બૅન્ગલોરના રાજાજી નગર વિસ્તારમાં રોડના કિનારે તેમનો ઓપન આર્ટ સ્ટુડિયો ખૂલે છે અને ગ્રાહકો પણ તેમની મનપસંદ ચીજો ત્યાંથી ખરીદીને જાય છે. આ કચરામાંથી બનાવેલાં શિલ્પો તેઓ ખૂબ સસ્તા ભાવે વેચે છે. 

bengaluru viral videos offbeat news national news news