નિવૃત્ત સૈનિકે પત્નીની યાદમાં રિયલ લાઇફ સાઇઝની મૂર્તિ બનાવડાવી

28 April, 2026 02:22 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

પત્નીના મૃત્યુ પછી પણ તેઓ એ જ સમર્પણથી તેનો સાથ નિભાવી રહ્યા છે. કેદાર સિંહનાં લગ્ન ૧૯૫૫માં લક્ષ્મી દેવી સાથે થયાં હતાં. તેમનું દાંપત્યજીવન પ્રેમ, વિશ્વાસ અને સામંજસ્યથી સભર હતું.

નિવૃત્ત સૈનિકે પત્નીની યાદમાં રિયલ લાઇફ સાઇઝની મૂર્તિ બનાવડાવી

ઉત્તરાખંડના બાગેશ્વર પાસેના અકે નાનકડા ગામમાં રહેતા ૮૯ વર્ષના નિવૃત્ત સૈનિક કેદાર સિંહ કોશ્યારીએ સાચા પ્રેમની એવી મિસાલ પેશ કરી છે કે કોઈ પણ ભાવુક થઈ જાય. તેમણે પોતાની દિવંગત પત્નીની યાદમાં એક રિયલ લાઇફ સાઇઝની મૂર્તિ બનાવીને પોતાના ઘરમાં સ્થાપિત કરી છે. પત્નીના મૃત્યુ પછી પણ તેઓ એ જ સમર્પણથી તેનો સાથ નિભાવી રહ્યા છે. કેદાર સિંહનાં લગ્ન ૧૯૫૫માં લક્ષ્મી દેવી સાથે થયાં હતાં. તેમનું દાંપત્યજીવન પ્રેમ, વિશ્વાસ અને સામંજસ્યથી સભર હતું. સૈનિક તરીકે ફરજ બજાવનારા કેદાર સિંહને પરિવાર અને પત્ની માટે ખૂબ લાગણી હતી. થોડાં વર્ષો પહેલાં લક્ષ્મી દેવીનું અચાનક નિધન થઈ ગયું હતું. ૫૭ વર્ષનો સાથ એક ઝટકામાં તૂટી ગયો એનાથી કેદાર સિંહ એકલા પડી ગયા હતા. જોકે તેમના ભત્રીજાનો પરિવાર તેમની ખૂબ સારી દેખભાળ રાખે છે. જોકે કેદાર સિંહે જીવનસંગિની ન હોવાથી જે ખાલીપો ઊભો થયો હતો એને ભરવા તેમણે લક્ષ્મી દેવીની મૂર્તિ બનાવી હતી. 

offbeat news uttarakhand national news india Bharat