શરૂ થઈ ગઈ છે રીપબ્લિક ડેની તડામાર તૈયારીઓ

23 January, 2021 08:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શરૂ થઈ ગઈ છે રીપબ્લિક ડેની તડામાર તૈયારીઓ

તસવીરઃ પી.ટી.આઈ.

ન્યુ દિલ્હીની રવિન્દ્ર રંગશાળામાં રિપબ્લિક ડેનું રિહર્સલ કરવામાં દરેક રાજ્યની ટીમો મચી પડી છે. કોરોનાને કારણે આ વખતે રિપબ્લિક કાર્યક્રમ કદાચ થોડોક ફીક્કો ભલે હોય, પણ એમાં રાજ્યો દ્વારા તેમના ટૅબ્લોને ઉત્તમ રીતે પ્રસ્તુત કરવાની હોડમાં કોઈ ઓટ નથી આવી. ઉત્તર પ્રદેશના ટૅબ્લોમાં આ વખતે રામમંદિરની પૃષ્ઠભૂ પર હિન્દુ સાધુઓના વેશમાં કલાકારોની રજૂઆત થશે.

૨૬ જાન્યુઆરીએ દેશની રાજધાની નવી દિલ્હીમાં થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ઉત્તર ગુજરાતના મહેસાણા પાસેના મોઢેરામાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ધરોહર એવા મોઢેરા સૂર્યમંદિરના બેનમૂન સ્થાપત્યની ઝાંખી કરાવતો ટેબ્લો સામેલ થશે.

રાજા ભીમદેવે અંદાજે એક હજાર વર્ષ પહેલા આ સૂર્યમંદિર બંધાવ્યું હતું. આ વર્ષે શિલ્પકારો, ચિત્રકાર, ફેબ્રિકેટર, મિસ્ત્રી તેમજ અન્ય કારીગરો સહીત ૬૦ જેટલા વ્યક્તિઓએ આ ટેબ્લો તૈયાર કરવાની જહેમત ઉઠાવી છે. મોઢેરા સૂર્યમંદિરના ટેબ્લો સાથે ૧૨ મહિલા કલાકારો ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરશે.

offbeat news national news republic day