વૉશિંગ મશીન અને ડ્રાયર વાપરીને હૅરી પૉટરનું થીમ સૉન્ગ રિક્રીએટ કર્યું

07 June, 2020 09:44 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

વૉશિંગ મશીન અને ડ્રાયર વાપરીને હૅરી પૉટરનું થીમ સૉન્ગ રિક્રીએટ કર્યું

વૉશિંગ મશીન દ્વારા નીપજાવ્યું સંગીત

સંગીતના ખરા જાણકારને સંગીત ક્રીએટ કરવા માટે હાર્મોનિયમ, તબલા કે પિયાનો જ જોઈએ એવું નથી હોતું. ક્રીએટિવિટી હોય તો ડ્રમ, બાલદી કે થાળી-વાટકાથી સંગીત ઊભું કરનારા આપણે જોયા જ છે. જોકે તાજેતરમાં બે યુવકોએ વૉશિંગ મશીન અને ડ્રાયરની મદદથી હૅરી પૉટર થીમનું સૉન્ગ ક્રીએટ કર્યું છે જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વૉશિંગ મશીનની વિવિધ સ્વિચ દબાવવાથી અલગ-અલગ પ્રકારનો અવાજ નીકળતો હોય છે. એ અવાજને મેલડિયસ રીતે ઑર્ગેનાઇઝ કરવાનું કામ કર્યું છે શ્નાઇડર નામના કન્ટેન્ટ ક્રીએટરે. વૉશિંગ મશીનની ઉપરનું ડ્રાયર પણ તેમણે ઉપયોગમાં લીધું છે. એક વ્યક્તિ વૉશિંગ મશીનની સ્વિચ જાણે હાર્મોનિયમ વગાડતો હોય એટલી સહજતાથી વગાડે છે અને સાથે ડ્રાયરના દરવાજાને ખોલ-બંધ કરીને તેમ જ એના પર હાથથી તાલ આપીને ખાસ મ્યુઝિક તૈયાર કરવામાં આવ્યું છે. શ્નાઇડરભાઈનું કહેવું છે કે ૩૦ સેકન્ડની આ ધૂન અને વિડિયો તૈયાર કરવા માટે તેણે પાંચ કલાક મહેનત કરી હતી.

national news offbeat news international news