૭.૩૫ સેકન્ડમાં ૧૦ માસ્ક પહેરવાનો રેકૉર્ડ

21 November, 2021 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિડિયોને અત્યાર સુધી ૩,૩૫,૩૩૦ લાઇક્સ અને અનેક કમેન્ટ્સ મળી છે. 

૭.૩૫ સેકન્ડમાં ૧૦ માસ્ક પહેરવાનો રેકૉર્ડ

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવવા માટે લોકો અનેક વાર એવાં ગતકડાં કરતા હોય છે કે જોનારાઓને પણ હસવું આવી જાય, પણ ગિનેસ બુકમાં આવી વાતોની નોંધ લેવાતી હોય છે અને લોકોને એને માટેનાં સર્ટિફિકેટ પણ મળતાં હોય છે. હવે કોરોનાની મહામારીનો સમય હોય તો માસ્ક પહેરવાનો રેકૉર્ડ ન બને એમ કેમ ચાલે. 
થોડા મહિના પહેલાં જ્યૉર્જ પીલ નામના એક છોકરાએ માત્ર ૭.૩૫ સેકન્ડમાં ઉપરાઉપરી ૧૦ સર્જિકલ માસ્ક પહેરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ વિડિયોને અત્યાર સુધી ૩,૩૫,૩૩૦ લાઇક્સ અને અનેક કમેન્ટ્સ મળી છે. 
ઇન્સ્ટાગ્રામ-પેજ પર પોસ્ટ કરાયેલા આ વિડિયો પર એક વ્યક્તિએ કમેન્ટ કરી છે કે હવે આ પણ ટૅલન્ટ ગણાશે. ખરેખર લોકો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવવા કાંઈ પણ કરે છે.

offbeat news