જગલિંગ કરવાની સાથે ત્રણ પઝલ ક્યુબ સૉલ્વ કરવાનો રેકૉર્ડ

18 May, 2022 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પહેલાં મે ૨૦૨૧માં તેનો ૪ મિનિટ બાવન સેકન્ડનો રેકૉર્ડ બન્યો હતો. અલ્વારાડોએ તેના પહેલા રેકૉર્ડ માટે બે વર્ષ સુધી તૈયારી કરી હતી.

જગલિંગ કરવાની સાથે ત્રણ પઝલ ક્યુબ સૉલ્વ કરવાનો રેકૉર્ડ

આપણે બધા જગલિંગ ઍક્ટ કરતી વ્યક્તિને રિયલમાં કે ટીવી કે ફિલ્મોમાં જોઈ હશે, જેમાં હાથનો જાદુગર એકસાથે ત્રણ કે એના કરતાં વધારે વસ્તુઓને વારંવાર વારાફરતી ઉછાળીને, એને કૅચ કરીને બૅલૅન્સ જાળવી રાખતો હોય છે. આ ઍક્ટમાં ખૂબ અટેન્શન રાખવું પડે છે. જોકે જગલિંગ કરવાની સાથે પઝલ ક્યુબ્સ સૉલ્વ કરવાનું કહેવામાં આવે તો એ ચોક્કસ અનેક લોકો માટે મિશન ઇમ્પૉસિબલ જ રહે. જોકે કોલમ્બિયાના એન્જલ અલ્વારાડોએ એ શક્ય કરી બતાવ્યું છે. તેણે ૪ મિનિટ અને ૩૧ સેકન્ડમાં સૌથી ઝડપથી જગલિંગ કરવાની સાથોસાથ રોટેટ થતાં ત્રણ પઝલ ક્યુબ્સ સૉલ્વ કરીને વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો.  
વાસ્તવમાં આ મામલે અલ્વારાડોની કોઈ સાથે કૉમ્પિટિશન હતી જ નહીં. તે તો પોતાની જાતની સાથે જ કૉમ્પિટિશન કરી રહ્યો હતો. આ પહેલાં મે ૨૦૨૧માં તેનો ૪ મિનિટ બાવન સેકન્ડનો રેકૉર્ડ બન્યો હતો. અલ્વારાડોએ તેના પહેલા રેકૉર્ડ માટે બે વર્ષ સુધી તૈયારી કરી હતી. કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે તેને તૈયારી કરવા માટે પૂરતો સમય મળ્યો હતો.

offbeat news