કાગળના ૧૦૧૦ ડૉગ્સ બનાવીને રચ્યો રેકૉર્ડ

09 February, 2021 09:43 AM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

કાગળના ૧૦૧૦ ડૉગ્સ બનાવીને રચ્યો રેકૉર્ડ

કાગળના ડૉગ્સ

પેપર-ફોલ્ડિંગ દ્વારા વિવિધ આકાર તૈયાર કરવામાં રુચિ ધરાવતી બ્રાઝિલની એક જોડીએ તેમના સહિયારા પ્રયાસથી ૧૦૧૦ ઑરિગામી (પેપર-ફોલ્ડિંગની કળા) ડૉગ તૈયાર કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે.

સાઓ પાઉલોના રહેવાસી ડેનિલો શ્વાર્ઝ અને મીર માતયોશીએ જૅપનીઝ પેપર ફોલ્ડિંગની કળા ઑરિગામી દ્વારા લાલ, ઑરેન્જ, પીળા, લીલા, બ્લુ, ઇન્ડિગો અને પર્પલ કલરના કુલ ૧૦૧૦ પેપર-ડૉગ તૈયાર કર્યા છે. ૧૦૧૦ ડૉગ તૈયાર કરીને એને કલર પ્રમાણે ગોઠવવામાં આ બન્નેને ૬૦ દિવસ લાગ્યા હતા.

મીર માતયોશી જૅપનીઝ છે અને પ્રોફેશનલ ઑરિગામિસ્ટ છે, જેમણે ઑરિગામીની ઘણી ઓછી જાણકારી ધરાવતા ડેનિલો શ્વાર્ઝને પર્ફેક્ટ ઑરિગામી ડૉગ તૈયાર કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. બ્રાઝિલમાં ઘરવિહોણા ડૉગીઓની સમસ્યા પ્રત્યે લોકોમાં જાગરૂકતા લાવવા આ પ્રદર્શન યોજ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

offbeat news international news guinness book of world records brazil