ભારતીય IT સેક્ટરના સૌથી અમીર CEO કોણ? આવક છે દિવસના ૫૦ લાખ રૂપિયા

26 April, 2024 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના કૉમ્પેન્સેશન પૅકેજમાં ૩ મિલ્યન ડૉલરના પર્ફોર્મન્સ શૅર યુનિટ્સ (PSUs)નો સમાવેશ થાય છે.

રવિ કુમાર સિંગીસેટી

પ્રખ્યાત IT કંપનીઓના સર્વેસર્વા એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) વર્ષે કેટલું કમાતા હશે એ પ્રશ્ન મોટા ભાગના લોકોને થતો હોય છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર સૌથી વધુ કમાતા CEO તરીકે કૉગ્નિઝન્ટ કંપનીના માલિક રવિ કુમાર સિંગીસેટીનું નામ ટોચ પર છે. કૉગ્નિઝન્ટના CEOને ગયા વર્ષે ૨૨.૫૬ મિલ્યન ડૉલર એટલે કે ૧૮૬ કરોડ રૂપિયાનું ટોટલ કૉમ્પેન્સેશન મળ્યું હતું. રવિ કુમાર ભારતીય IT સેક્ટરમાં લગભગ ૧૬૯.૧ કરોડ રૂપિયાના શૅર સહિત કૉમ્પેન્સેશન સાથે હાઇએસ્ટ-પેઇડ એક્ઝિક્યુટિવ છે. તેમના કૉમ્પેન્સેશન પૅકેજમાં ૩ મિલ્યન ડૉલરના પર્ફોર્મન્સ શૅર યુનિટ્સ (PSUs)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને રિ​સ્ટ્રિક્ટેડ સ્ટૉક્સ યુનિટ્સ (RSUs) તરીકે પાંચ મિલ્યન ડૉલર મૂલ્યના ઇક્વિટી અવૉર્ડ્સ પણ મળ્યા છે. રવિ કુમાર સિંગીસેટીનું કૉમ્પેન્સેશન ગયા નાણાકીય વર્ષમાં કૉગ્નિઝન્ટની ૧૯.૩૫ અબજ ડૉલરની કુલ રેવન્યુના ૦.૧૧% છે.

offbeat videos offbeat news social media