કેરલામાં જોવા મળ્યું સફેદ હરણ

06 May, 2025 02:29 PM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે પ્રાણીની ત્વચામાં મૂળભૂત રંગ બક્ષતાં રંજક દ્રવ્યોનો અભાવ હોય ત્યારે આવું બને છે

વ્હાઇટ હરણ

વન્ય જીવપ્રેમીઓને રોમાંચ થાય એવો કેરલાનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. કેરલાના વાયનાડમાં નીલગિરિ જિલ્લાની સીમા પાસેના જંગલમાં એક જવલ્લે જ જોવા મળે એવું સફેદ હરણ દેખાયું હતું. સામાન્ય રીતે પ્રાણીની ત્વચામાં મૂળભૂત રંગ બક્ષતાં રંજક દ્રવ્યોનો અભાવ હોય ત્યારે આવું બને છે જેને અલ્બિનો કહેવાય છે.

offbeat news kerala wildlife india