ટિન ટિન કૉમિક બુક આર્ટનો દુર્લભ નમૂનો ૨૮.૨૮ કરોડ રૂપિયાની કિંમતે વેચાયો

18 January, 2021 09:16 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ટિન ટિન કૉમિક બુક આર્ટનો દુર્લભ નમૂનો ૨૮.૨૮ કરોડ રૂપિયાની કિંમતે વેચાયો

પ્રતીકાત્મક તસવીર

ગયા ગુરુવારે પૅરિસમાં યોજાયેલા એક ઑક્શનમાં ટિન ટિન કૉમિક બુક આર્ટનો નમૂનો ૩.૨ મિલ્યન યુરો (અંદાજે ૨૮.૨૮ કરોડ રૂપિયા)ની કિંમતે વેચાયો હતો. ‘ધ બ્લુ લોટસ’ નામનું એ આર્ટવર્ક ૧૯૩૬ના વર્ષમાં ચીની સહી, ગુંદરથી બનેલા રંગ તેમ જ બીજા વૉટર કલર વડે રચાયું હતું. એ ચિત્ર બેલ્જિયમના પત્રકારની સાહસ કથાઓની શ્રેણીના પાંચમા ભાગના કવરપેજ રૂપે ઉપયોગ માટે બનાવવામાં આવ્યું હતું. ચિત્રમાં બેલ્જિયમના પત્રકારના ચહેરાની બાજુમાં કાળા બૅકગ્રાઉન્ડમાં લાલ ડ્રૅગન પ્રભાવશાળી અને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા છે.

offbeat news international news paris