દુર્લભ મેગામાઉથ શાર્ક કૅમેરામાં ઝડપાઈ

18 September, 2022 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યંત દુર્લભ મનાતી મેગામાઉથ શાર્ક સૅન ડીએગોના દરિયાકિનારે વિડિયો કૅમેરામાં ઝડપાઈ હતી

દુર્લભ મેગામાઉથ શાર્ક કૅમેરામાં ઝડપાઈ

અત્યંત દુર્લભ મનાતી મેગામાઉથ શાર્ક સૅન ડીએગોના દરિયાકિનારે વિડિયો કૅમેરામાં ઝડપાઈ હતી. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિની માત્ર ૨૬૯ શાર્ક નોંધાઈ છે. ડેવિડ સ્ટેબિલ તેના મિત્રો વાલ કૉસ્ટેસ્કુ અને ઍન્ડ્રુ ચાન્ગ સાથે કિનારાથી લગભગ ૩૦ માઇલ દૂર માછીમારી કરી રહ્યો હતો ત્યારે તેણે મેગામાઉથ શાર્ક જોઈ હતી અને એનો વિડિયો ઉતાર્યો હતો.  
 ટ્વિટર અને ફેસબુક પર અપલોડ કરવામાં આવેલા આ વિડિયોમાં શાર્ક ધીમી ગતિએ તરીને બોટની નજીક આવી રહેલી જોવાઈ છે. એક શાર્ક સપાટીની લગભગ નજીક તરી રહી છે, જ્યારે બીજી પાણીમાં લગભગ એકાદ ફુટ નીચે ઉપરની માછલીના પડછાયામાં તરી રહી છે.

મેગાચસ્મા પેલાગીઓસના નામે ઓળખાતી મેગામાઉથ ઊંડા પાણીની શાર્કની એક પ્રજાતિ છે જે ૧૯૭૬માં મળી આવી હતી. આ માછલી ભાગ્યે જ માનવીઓની નજરે ચડે છે
મેગામાઉથ શાર્ક ૧૮ ફુટ લાંબી વધી શકે છે તથા એ લગભગ ૩૦૦૦થી ૧૫,૦૦૦ ફુટની ઊંડાઈએ તરતી હોય છે. દિવસે શાર્ક માછલી જોવી લગભગ અસામાન્ય બાબત છે. મેગામાઉથ શાર્ક મોટા ભાગે કિનારાથી દૂર ઊંડા પાણીમાં પોતાનો સમય ગાળતી હોય છે.

offbeat news