થીજી ગયેલા નાયગરા ધોધની દુર્લભ તસવીર

27 May, 2022 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થીજી ગયેલા નાયગરા ધોધનો આ શાનદાર ફોટો બહાર આવ્યો છે. વિક્ટોરિયન યુગના એક પ્રવાસીએ ૧૯૮૫માં કૅનેડા અને અમેરિકાની સરહદ નજીક આવેલા આ ​વિશાળ ધોધ નજીક થીજી ગયેલા બરફ પર રમી રહેલા પ્રવાસીઓના ફોટો પાડ્યા છે.

થીજી ગયેલા નાયગરા ધોધની દુર્લભ તસવીર

વિખ્યાત નાયગરા ધોધના દુર્લભ ફોટો બહાર આવ્યા છે. અમેરિકા તેમ જ કૅનેડાની સરહદ નજીક આવેલા આ વિશાળ ધોધના ફોટો ૧૮૮૫માં શિયાળા દરમ્યાન બ્રિટનના રસેલ કોલમૅને પાડ્યા હતા. સામાન્ય સંજોગોમાં જોશભેર પડતું પાણી શિયાળા દરમ્યાન થીજીને બરફ થઈ ગયું છે. નાયગરા ધોધ ૧૮૪૮માં એક વખત સંપૂર્ણપણે થીજી ગયો હતો. જોકે આંશિક રીતે થીજી ગયેલો ધોધ આ ફોટોમાં દેખાય છે એ પણ એક દુર્લભ ઘટના છે. 
૧૮૮૫માં કોલમૅન મસ્ટર્ડ પરિવાર કૅનેડા, અમેરિકા અને હવાઈના પ્રવાસે ગયો હતો ત્યારે આ ફોટો પાડવામાં આવ્યા હતા. આલબમમાં કુલ ૬૦ ફોટો છે. જ્યાં-જ્યાં તે ફરવા ગયો હતો એના ફોટો તેણે પાડ્યા છે. અન્ય ફોટોમાં શિયાળાના મૉન્ટ્રિયલના ફોટો છે, જેમાં બરફનો પ્રવાહ સિટી હૉલ સુધી પહોંચે છે. કોલારાડોમાં ઘોડા પર સવાર લોકો અને હવાઈના હોનોલુલુમાં ઇઓલાના પૅલેસની બહાર ઊભેલા લોકોના ફોટો પણ છે. લંડનની એક કંપની આ આલબમની હરાજી કરશે જેના ૨૦૦૦ પાઉન્ડ (અંદાજે ૧૯,૫૦૦ રૂપિયા) આવે એવી શક્યતા છે. આલબમમાં ૧૯મી સદીમાં કરાતા પ્રવાસની ઝલક પણ મળે છે. આ તમામ ફોટો ૧૪૦ વર્ષ સુધી એક આલબમમાં સચવાઈને પડ્યા હતા જે હવે લોકોને જોવા મળશે. નાયગરા ધોધ કુલ ત્રણ ધોધને મળીને બન્યો છે. 
નાયગરા ધોધની તસવીરો તો સામાન્ય રીતે લગભગ બધાએ જ જોઈ હશે. જોકે, આ થીજી ગયેલા નાયગરા ધોધની તસવીરો ખરેખર યુનિક છે અને એ સમયગાળાની સાક્ષી છે. 

થીજી ગયેલા નાયગરા ધોધનો આ શાનદાર ફોટો બહાર આવ્યો છે. વિક્ટોરિયન યુગના એક પ્રવાસીએ ૧૯૮૫માં કૅનેડા અને અમેરિકાની સરહદ નજીક આવેલા આ ​વિશાળ ધોધ નજીક થીજી ગયેલા બરફ પર રમી રહેલા પ્રવાસીઓના ફોટો પાડ્યા છે.

offbeat news