રાજસ્થાનનો એક પરિવાર, માટીને 'સોનું' બનાવીને વેચે છે

27 August, 2019 02:58 PM IST  |  રાજસ્થાન

રાજસ્થાનનો એક પરિવાર, માટીને 'સોનું' બનાવીને વેચે છે

રાજસ્થાનના બિકાનેરમાં એક ગામ છે, જેનું નામ છે વિશાલા. અહીંનો એક પરિવાર માટીને 'સોનું' બનાવીને વેચે છે. તમને આ વાત ગળે નહીં ઉતરે, થોડી અટપટી અને ચોંકાવનારી લાગી હશે. પરંતુ જ્યારે તમે આ આખો આર્ટિકલ વાંચશો તો તમને પણ લાગશે કે ના વાત તો સાચી છે. વાત એક એવા પરિવારની છે, જેઓ માટીમાંથી ઘરેણાં બનાવે છે, અને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ દેશના ઘણા વિસ્તારોમાં આ ઘરેણાં વેચે છે.

જે રીતે સોનાના ઘરેણાં મહિલાઓની સુંદરતા વધારે છે, તેવી જ રીતે આ માટીના ઘરેણાં પણ મહિલાઓની સુંદરતા વધારે છે. પરંતુ ફરક એટલો છે કે જે લોકોની આર્થિક સ્થિતિ સોનાના ઘરેણાં ખરીદવા જેટલી સદ્ધર ન હોય, તેમના માટે આ માટીના આભૂષણો ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.

માટીના ઘરેણાં બનાવતા પરિવારના એક સભ્યનું કહેવું છે કે તેઓ છેલ્લા 20 વર્ષથી આ ઘરેણાં બનાવી રહ્યા છે. આ ઘરેણાં તેઓ ખૂબ જ ઓછી કિંમતે વેચે છે. તેમનું કહેવું છે કે તે મહિલાઓ માટે તમામ પ્રકારના ઘરેણાં બનાવે છે અને જુદા જુદા શહેરોમાં વેચે છે.

આ પણ વાંચોઃ જ્યારે પાવાગઢના પગથિયા પરથી વહ્યું ઝરણું, જુઓ વીડિયો

સોનાના ઘરેણાથી માટીના ઘરેણાની તુલના કરવી એ તો યોગ્ય નથી. પરંતુ જે વ્યક્તિ માટીના ઘરેણા બનાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે, તેના માટે આ ઘરેણાં સોનાથી ઓછા તો નથી જ.

rajasthan offbeat news hatke news