ઉદેપુરમાં આવેલું છે સાસુ-વહુ મંદિર, પણ સાસુ-વહુની નથી થતી પૂજા

14 March, 2019 07:04 PM IST  |  ઉદેપુર

ઉદેપુરમાં આવેલું છે સાસુ-વહુ મંદિર, પણ સાસુ-વહુની નથી થતી પૂજા

એક સમયે આ મંદિર સહસ્ત્રબાહુના નામથી જાણીતું હતું

આપણા દેશમાં દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો રહે છે, એટલે જ આપણે ત્યાં મંદિરોની અને ધર્મસ્થાનકોની ભરમાર છે, નદી, દરિયો, પહાડ, આગ, પાણી, પશુ કે પક્ષી તમામ માટે ક્યાંક ને ક્યાંક તો મંદિર બનેલા જ છે. આવું જ એક વિચિત્ર મંદિર છે સાસુ-વહુનું મંદિર. જી હાં, સાંભળીને જ વિચિત્ર લાગ્યુ ને, મંદિરની રચના પણ વિચિત્ર છે. તો ચાલો જાણીએ મંદિર વિશેની રસપ્રદ વાતો.

ક્યાં આવેલું છે મંદિર ?

રાજસ્થાનના ઉદેપુરથી 23 કિલોમીટર દૂર આવેલા નાગડા ગામમાં આ મંદિર બનેલું છે. આ મંદિર ભગવાના વિષ્ણુને સમર્પિત છે.

રાજાએ પત્ની અને વહુ માટે બનાવ્યું હતું મંદિર

ઈતિહાસ કહે છે કે આ મંદિર સાસુ વહુનું મંદિર નથી કે નથી અહીં કોઈ સાસુ-વહુની પૂજા થતી. પરંતુ કચ્છવાહા વંશના રાજા મહિપાલે પોતાની પત્ની અને પુત્રવધુ માટે આ મંદિર બનાવ્યું હતું. તેમના પત્ની ભગવાન વિષ્ણુના ભક્ત હતા. પરિણામે તેમણે પૂજા અર્ચના માટે ભગવાન વિષ્ણુનું મંદિર બનાવ્યું અને નામ રાખ્યું સહસ્ત્રબાહુ મંદિર. કેટલાક વર્ષો બાદ તેમના પુત્રના લગ્ન થયા અને તેમની પત્ની ભગવાન શિવની પૂજા કરતી હતી. તો રાજાએ પુત્રવધુ માટે ત્યાં જ ભગવાન શિવનું મંદિર બનાવી દીધું. બાદમાં બંને મંદિર સહસ્ત્રબાહુ તરીકે ઓળખાયું.

સહસ્ત્રબાહુમાંથી સાસુ-વહુ

મંદિરમાં સૌથી પહેલા ભગવાન વિષ્ણુની સ્થાપના થઈ હતી એટલે મંદિરનું નામ સહસ્ત્રબાહુ રખાયું. જેનો અર્થ થાય છે હજાર ભૂજાઓ વાળા. પરંતુ બાદમાં અપભ્રંશ થતા થતા સહસ્ત્રબાહુ મંદિર સાસુ-વહુના મંદિર તરીકે ઓળખાવા લાગ્યું.

લગભગ 1100 વર્ષ જુનું છે મંદિર

આ મંદિરનું નિર્માણ 1100 વર્ષ પહેલા કચ્છપઘાત રાજવંશના રાજા મહિપાલ અને રત્નપાલે કરાવ્યું હતું. મોટુ મંદિર માતા અને નાનુ મંદિર પત્ની માટે બનાવડાવ્યું હતું. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની 32 મીટર ઉંચી અને 22 મીટર પહોળી સો ભૂજાઓ વાળી મૂર્તિ છે. જેને કારણે જ મંદિરને સહસ્ત્રબાહુ મંદિર તરીકે ઓળખાતું હતું.

મંદિરમાં કોતરાઈ છે રામાયણની ઘટનાઓ

બહુ મંદિરની છતમાં અષ્ટકોણીય આઠ નક્શીદાર મહિલાઓની કોતરણી કરાઈ છે. આ મંદિર સાસુ મંદિર કરતા થોડું નાનું છે. આ મંદિરની દીવાલો પર રામાયણની ઘટનાઓ કોતરાઈ છે. મંદિરના એક મંચ પર ભગવાન બ્રહ્મા, શિવ અને વિષ્ણુની છબી કોતરેલી છે. તો બીજા મંચ પર ભગવાન રામ, બલરામ અને પરશુરામના ચિત્રો છે.

આ પણ વાંચોઃ અનોખા ઉપવાસઃ આ ભાઈ માત્ર બિયર પીને જીવશે !

મુઘલોએ બંધ કરાવ્યું હતું મંદિર

મુઘલોએ આ મંદિરને ચૂના અને રેતની દિવાલો ચણીને બંધ કરી નાખ્યું હતું. જ્યારે મુઘલોએ કિલ્લા પર કબજો કર્યો ત્યારે સાસુ વહુ મંદિરની પ્રતિમાઓને પણ ખંડિત કરી હતી, સાથે જ મંદિરને પણ બંધ કરી નાખ્યું હતું. ત્યારથી આ મંદિર રેતીના ટાપુ જેવું જ લાગતું હતું. પરંતુ 19મી સદીમાં જ્યારે બ્રિટિશર્સે કિલ્લા પર કબજો કર્યો ત્યારથી મંદિરને ફરી લોકો માટે ખોલી નખાયું.

offbeat news hatke news rajasthan