રાજસ્થાનઃ૬ વર્ષમાં ૨૪,૦૦૦ કિમીની યાત્રા કરીને વાવ્યાં ૧ લાખથી વધુ વૃક્ષ

05 April, 2019 08:41 AM IST  |  રાજસ્થાન

રાજસ્થાનઃ૬ વર્ષમાં ૨૪,૦૦૦ કિમીની યાત્રા કરીને વાવ્યાં ૧ લાખથી વધુ વૃક્ષ

રાજસ્થાનના પર્યાવરણ પ્રેમી નરપતસિંહ

રાજસ્થાનના બાડમેરમાં રહેતા પર્યાવરણપ્રેમી નરપત સિંહે લોકોને કુદરતની જાળવણી માટે જાગરૂક કરવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાઇકલયાત્રા શરૂ કરી છે. આ કંઈ પહેલી વાર નથી થઈ રહ્યું, છેલ્લાં છ વર્ષમાં ભાઈ દેશમાં ૨૪,૦૦૦ કિલોમીટરની યાત્રા કરીને લોકોને વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ માટેનો પ્રેમ નરપતને સ્કૂલમાં ટીચર દ્વારા મળતી એક ચૉકલેટથી જાગ્યો હતો. એ પછી તો તેણે ભારતમાં ભ્રમણ કરીને લોકોને વૃક્ષારોપ કરીને પર્યાવરણના સંરક્ષણ માટે જાગરૂક કરવાનું શરૂ કર્યું છે. પોતાની યાત્રા પણ ઇકોફ્રેન્ડલી રહે એ માટે તેણે કોઈ જ ઇંધણ વિના ચાલતી સાઇકલનો વાહન તરીકે ઉપયોગ કયોર્ છે. નરપત સાઇકલયાત્રા દરમ્યાન ઠેર-ઠેર રાત્રિરોકાણ કરે છે અને સ્થાનિક યુવાનો સાથે મળીને ચાર છોડ વાવે છે અને ગામજનોને બીજા છોડ આપે છે અને એ વાવીને એનું જતન કરવા સમજાવે છે.

આ પણ વાંચોઃ  કમાલની કલાકારી : આ બહેન બન્ને હાથે એક સાથે દોરે છે અલગ-અલગ ચિત્રો

સૌથી પહેલી વાર સાઇકલયાત્રાનો આરંભ ૨૦૧૬માં કયોર્ હતો અને એ વખતે તેણે પાંચ દિવસમાં ૫૦૦ કિલોમીટર ભ્રમણ કર્યું હતું. એ પછી તો તે અવારનવાર ટૂંકા સમય માટે આવી અનેક યાત્રાઓ કરતો રહ્યો હતો. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રાની શરૂઆત તેમણે ૨૭ જાન્યુઆરીથી શરૂ કરી છે.

offbeat news hatke news