ભીનાં પીંછાંને સૂકવી ન શકનારા બતક માટે બનાવ્યો રેઇનકોટ 

24 May, 2022 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અબોલ પ્રાણીઓ પ્રત્યે અનુકંપાભર્યું એક પગલું પણ તેમના જીવનમાં ઘણો ફેરફાર લાવી શકે છે.

ભીનાં પીંછાંને સૂકવી ન શકનારા બતક માટે બનાવ્યો રેઇનકોટ 


અબોલ પ્રાણીઓ પ્રત્યે અનુકંપાભર્યું એક પગલું પણ તેમના જીવનમાં ઘણો ફેરફાર લાવી શકે છે. આવી જ એક ઘટનાનો વિડિયો હાલમાં મધર ધ માઉન્ટન ફાર્મ દ્વારા સોશ્યલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયો છે, જે ઘણો જ વાઇરલ થયો છે જેમાં એક સુંદર ડક એની માલિકની પાછળ-પાછળ ફરતી રહેતી હોય છે. બી નામની આ ડક કોઈ એવી તકલીફથી પીડિત છે કે પોતાનાં પીંછાંઓ સૂકવી શકતી નથી. એની માલિક તેને વરસાદમાં ભીની ન થાય એ માટે એક સુંદર રેઇનકોટ તૈયાર કરે છે, જે એને પલળવા નથી દેતો. ૧૫ મેએ શૅર કરાયેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૪૫ લાખ વ્યુ મળ્યા છે તેમ જ અનેક લોકોએ બતક પ્રત્યે દાખવેલી સહૃદયતાની સરાહના કરી છે. 

offbeat news