✕

સ્વીડનમાં યોજાઈ સસલાંની ઊંચીકૂદ અને લાંબીકૂદ સ્પર્ધા

04 November, 2026 10:51 AM IST  |  Sweden | Gujarati Mid-day Correspondent

અવરોધો પાર કરવાની રેસથી લઈને ઊંચા અવરોધોને કૂદી જવા સુધીનાં કરતબો અહીં કરાવવામાં આવ્યાં હતાં. સૌથી ઊંચો કૂદકો મારનાર સસલાએ લગભગ ૩.૫ ફુટ ઊંચો ઠેકડો માર્યો હતો. લાંબી કૂદમાં એક સસલાએ ૧૦.૪ ફુટ લાંબી છલાંગ લગાવી હતી.

સ્વીડનમાં સસલાંની સ્પર્ધા

સસલાં બહુ ઝડપી દોડે તો છે જ અને સાથે ઠેકડા પણ મારી શકે છે. આ ક્ષમતાને સ્વીડનમાં એક સ્પોર્ટ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તાજેતરમાં સ્વીડનમાં ત્રણ દિવસની રૅબિટ ચૅમ્પિયનશિપ યોજાઈ હતી. આ સ્પર્ધામાં સસલાંઓને જાતજાતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. અવરોધો પાર કરવાની રેસથી લઈને ઊંચા અવરોધોને કૂદી જવા સુધીનાં કરતબો અહીં કરાવવામાં આવ્યાં હતાં. સૌથી ઊંચો કૂદકો મારનાર સસલાએ લગભગ ૩.૫ ફુટ ઊંચો ઠેકડો માર્યો હતો. લાંબી કૂદમાં એક સસલાએ ૧૦.૪ ફુટ લાંબી છલાંગ લગાવી હતી. આ સ્પર્ધા લગભગ ૧૯૭૦થી સ્વીડનમાં થાય છે. ૧૯૯૭ની સાલ સુધી એ સ્વીડનમાં જ ફેમસ હતી, પરંતુ એ પછી આસપાસના યુરોપિયન દેશોમાંથી લોકો પોતાનાં સસલાંને એમાં મોકલવા લાગ્યા. આ વખતે પણ પાંચ યુરોપિયન દેશોનાં સસલાં ભાગ લેવા આવ્યાં હતાં.

animal europe international news world news offbeat news sweden