ઑફિશ્યલ ઈમેઇલ નહીં, સોશ્યલ મીડિયા પર લાઇવ સ્ટ્રીમિંગ કરીને જૉબ છોડવાનો ટ્રેન્ડ

26 April, 2024 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાઇવ જૉબ છોડનારા યુઝર્સનું કહેવું છે કે તેઓ વર્ક-લાઇફ બૅલૅન્સ, મેન્ટલ હેલ્થ, આનંદ અને પૉઝિટિવ વર્ક એન્વાયર્નમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યા છે. 

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા પર કોઈ વ્યક્તિ લાઇવ સ્ટ્રીમિંગ કરીને નોકરી છોડવાની જાહેરાત કરે એ વાત ખૂબ આશ્ચર્યજનક છે, પણ ટિકટૉક પ્લૅટફૉર્મ પર યુવાનો મોટી સંખ્યામાં જૉબમાંથી રિઝાઇન કરી રહ્યા છે. મિલેનિયલ્સ અને જેન Z આને ક્વિટટૉક ટ્રેન્ડ કહે છે, જેમાં ઈમેઇલ દ્વારા ઑફિશ્યલ રેઝિગ્નેશન મોકલવાને બદલે તેઓ ઝૂમ કૉલ પર રિઝાઇન પ્રોસેસ લાઇવ બતાવે છે, ચાલુ નોકરીએ જૉબ છોડે છે અથવા તો રેઝિગ્નેશન લેટર મોકલતા હોય એવી ક્લિપ બતાવે છે. આમ તો આ ટ્રેન્ડ ૨૦૨૦થી શરૂ થયો હતો, પણ હજી આવા લાઇવ વિડિયો બની રહ્યા છે અને એને લાખો વ્યુઝ મળી રહ્યા છે. કેટલાક લોકો તો એકબીજાથી પ્રેરાઈને પણ જૉબ છોડી રહ્યા છે. લાઇવ જૉબ છોડનારા યુઝર્સનું કહેવું છે કે તેઓ વર્ક-લાઇફ બૅલૅન્સ, મેન્ટલ હેલ્થ, આનંદ અને પૉઝિટિવ વર્ક એન્વાયર્નમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યા છે. 

offbeat videos offbeat news social media