મહાદેવને માથું ટેકવ્યું અને આંખોની રોશની પાછી આવી ગઈ

18 June, 2026 11:36 AM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

હિમાચલ પ્રદેશના ઉનામાં આવેલા આ મહાદેવનાં દર્શન કરવા માટે પંજાબના હોશિયારપુરના લવલીભાઈ તેમના પરિવાર સાથે દર્શન માટે આવ્યા હતા

લવલીભાઈ તેમના પરિવાર સાથે દર્શન માટે

હિમાચલ પ્રદેશમાં બનૌડે મહાદેવ બહુ ફેમસ છે. તાજેતરમાં અહીં ભક્તને ચમત્કારનો અનુભવ થયો હોવાની વાત ભક્તે શૅર કરી છે. એ શ્રદ્ધાળુનો દાવો છે કે તેને મહાદેવનાં દર્શન કરવાથી આંખોની જતી રહેલી દૃષ્ટિ પાછી આવી ગઈ હતી. હિમાચલ પ્રદેશના ઉનામાં આવેલા આ મહાદેવનાં દર્શન કરવા માટે પંજાબના હોશિયારપુરના લવલીભાઈ તેમના પરિવાર સાથે દર્શન માટે આવ્યા હતા. લવલીને બ્રેઇન-હૅમરેજ થવાથી આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું. ડૉક્ટરોને પણ હવે દૃષ્ટિ પાછી આવશે કે કેમ એ બાબતે શંકા હતી. દૃષ્ટિ જતી રહેતાં તેમને હાથ પકડ્યા વિના ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી. જોકે પરિવારજનો તેમને આ મહાદેવના દર્શને લઈ આવ્યા. અહીં મહાદેવને માથું ટેકવીને વિભૂતિ કપાળે લગાવીને પ્રાર્થના કરતાં થોડા જ કલાકોમાં તેમની દૃષ્ટિ સુધરી ગઈ હોવાનો લવલીનો દાવો છે. 

himachal pradesh punjab offbeat news national news news