પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી પતિએ ચારો કાપવાના હથિયારથી મારી નાખી, વિડિયો બનાવીને ગુનો પણ કબૂલ્યો

12 February, 2026 09:49 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

વિડિયોમાં જ ગુનાની કબૂલાત કરીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. એ પછી પોલીસ પાસે આત્મસમર્પણ કરી દીધું હતું

આ મહિલાને મારી નખાઈ

પંજાબના સંગરૂર જિલ્લાના ખંડેબાદ ગામમાં મંગળવારે એક પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ગામના ભૂતપૂર્વ સરપંચના દીકરા કુલદીપ સિંહનાં લગ્ન હરકિરત કૌર ઉર્ફે ગીતુ નામની યુવતી સાથે થયાં હતાં. મંગળવારે પોલીસ-સ્ટેશન પર કુલદીપ સિંહ ગયો હતો અને પોતાની પત્નીની હત્યા કરી નાખ્યાની કબૂલાત કરી હતી. આ સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પત્નીનું શબ બેડરૂમની પથારી પાસે લોહીના ખાબોચિયામાં પડ્યું હતું અને એની પાસે ચારો કાપવાનું હથિયાર પડ્યું હતું. પત્નીના ચારિત્ર્ય પરની શંકાને કારણે આ હુમલો કર્યો હતો એવું ખુદ કુલદીપે જ કબૂલ્યું હતું. તેણે ચારો કાપવાના ગંડાસા તરીકે ઓળખાતા હથિયારથી સૂતેલી પત્ની પર અનેક વાર કર્યા હતા. આ ઘટના પછી તેણે એનો વિડિયો પણ બનાવ્યો હતો અને વિડિયોમાં જ ગુનાની કબૂલાત કરીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. એ પછી પોલીસ પાસે આત્મસમર્પણ કરી દીધું હતું. 

offbeat news punjab national news india Crime News