આ ડૉક્ટર તો સાડી પહેરીને જિમમાં જામી પડ્યાં

19 June, 2021 09:51 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

આજના જમાનામાં તો મોટા ભાગની મહિલાઓ સાડી નથી પહેરતી

ડૉ. શર્વરી ઈનામદાર

કહેવત છેને કે ‘મન હોય તો માળવે જવાય.’

પુણેનાં ડૉ. શર્વરી ઈનામદારે જ્યારે સાડી પહેરીને જિમ્નેશ્યમમાં વર્કઆઉટ કરવાનું પહેલી વાર નક્કી કર્યું હશે ત્યારે તેમના પર ઘરના લોકો હસ્યા હશે અને નવાઈ પણ પામ્યા હશે. આજના જમાનામાં તો મોટા ભાગની મહિલાઓ સાડી નથી પહેરતી ત્યારે ફિટનેસ વિશે ખૂબ જાગ્રત આ ડૉક્ટરબહેને તો જિમમાં જઈને સૂર્યનમસ્કાર કર્યા, પુશઅપ્સ કર્યા તેમ જ લિફ્ટ્સ, બાયસેપ્સ-કર્લ્સ કરવા ઉપરાંત હેવી ડમ્બેલ્સ પર પણ હાથ અજમાવ્યો. આ મરાઠી મુલગી એક મુલાકાતમાં કહે છે, ‘સામાન્ય રીતે મહિલાઓ રોજ સાડી નથી પહેરતી, પણ ઘણી ભારતીય મહિલાઓ કંઈ પણ સેલિબ્રેટ કરતી વખતે સાડી અચૂક પહેરે છે. શરીરની કાળજી રાખવાનું કામ હોય તો એ પણ સેલિબ્રેશન જ કહેવાય એટલે મેં જિમમાં સાડી પહેરી જઈને વર્કઆઉટનો વિડિયો ઉતરાવડાવ્યો.’

એ તો ઠીક, પણ ડૉ. શરવારીએ આ સાથે સ્ત્રીઓને શારીરિક સુસજ્જતા માટે વર્કઆઉટ માટેની પ્રેરણા પણ આપી છે. તેઓ યોગાસન પણ કરે છે અને મોકો મળે ત્યારે એનું પણ મહિલાઓને માર્ગદર્શન આપવાનું નથી ચૂકતા.

offbeat news national news maharashtra pune