આજથી મોબાઇલમાં PUBG ડાઉનલોડ હશે તો પણ નહી રમી શકો, મિમ્સ વાયરલ...

30 October, 2020 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજથી મોબાઇલમાં PUBG ડાઉનલોડ હશે તો પણ નહી રમી શકો, મિમ્સ વાયરલ...

પબજી

છેલ્લા થોડા સમયથી ભારત સરકાર ચાઇનાની ઍપ બૅન કરવામાં સક્રિય થઇ છે. ત્યારે 118 ચાઇનીઝ ઍપને બૅન કરવામાં આવી હતી તેમાં યુવાનોની પ્રિય ગેમ પબ-જી પણ સામેલ હતી. જે યુઝર્સના ફોનમાં આ ગેમ ડાઉનલોડ હતી તે રમી શકતા હતા પરંતુ આજથી એટલે કે 30 ઓક્ટોબરથી તે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. હવે ડાઉનલોડેડ ગેમનો પણ ઉપયોગ નહી કરી શકાય.

આ સમાચાર જાહેર થતા જ સોશ્યલ મીડિયામાં ફરી આ ગેમ સંબંધિત મિમ્સ વાયરલ થયા હતા.

પબ-જીએ પોતાના અધિકૃત ફેસબૂક પેજથી ઘોષણા કરી કે 2 સપ્ટેમ્બર 2020એ આપેલા આદેશ બાદ ટેસેન્ટ કંપનીની દરેક ગેમ 30 ઑક્ટોબરથી બંધ  કરી દેવામાં આવશે.

સરકાર દ્વારા લગાવવામાં આવેલ બૅન બાદ પણ જેના ફોનમાં આ ગેમ ડાઉનલોડ કરેલી હતી તે લોકો રમી જ શકતા હતા. પબ-જી મોબાઇલને યુઝરબેઝનો 25 ટકા હિસ્સો ભારતીય યુઝર્સનો છે.

ભારતમાં આ એપ બંધ થયા બાદ કંપનીને ઘણુ નુકસાન થયુ છે. બૅન બાદ ગેમની માર્કેટ વેલ્યુમાં 34 અરબ ડૉલર એટલે કે 2,48,000 રૂપિયાનું નુકસાન થયુ હતુ.

offbeat news national news