ઉંમરકેદની સજા કાપતા કેદીને મળી દુલ્હન શોધવાની પરવાનગી, જાણો આખી ઘટના

24 May, 2020 05:09 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ઉંમરકેદની સજા કાપતા કેદીને મળી દુલ્હન શોધવાની પરવાનગી, જાણો આખી ઘટના

પ્રતીકાત્મક તસવીર

દેશની રાજધાની દિલ્હીમાં અજુગતી ઘટના સામે આવી છે. તિહાર જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવતા એક કેદીને દિલ્હી હાઇ કોર્ટે (Delhi High Court) પોતાની માટે જીવનસાથી શોધવાની પરવાનગી આપી દીધી છે. હવે આ કેદી પોતાની માટે દુલ્હનની શોધ કરી શકશે, જુદી વાત છે કે તેની સાથે લગ્ન કઇ છોકરી કરવા માગશે અને ક્યારે તેને દુલ્હન મળશે, પણ આ મામલો ચર્ચામાં આવી ચૂક્યો છે.

આ છે આખી ઘટના
મળતી માહિતી પ્રમાણે હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવતા કેદીને દિલ્હી હાઇ કોર્ટે જીવનસાથીની શોધ માટે પૈરોલ આપી દીધી છે. કેદીને પૈરોલની પરવાનગી આપતા ન્યાયમૂર્તિ પ્રતીક જાલાનની પીઠે કહ્યું કે કેદીના પરિવારના સામાજિક સંબંધો છે અને આ સંબંધો જાળવી રાખવા માટે તેણે પૈરોલની માગ કરી છે. પીઠે કહ્યું કે એવું નથી લાગતું કે યાચિકાકર્તાની રજાથી તેના પરિવારના સભ્યોને કોઇ નુકસાન થાય. ઉક્ત ટિપ્પણી કરતાં પીઠે 25 હજારના ખાનગી મુચલકા પર કેદીને પૈરોલ આપી દીધો છે.

કેદીનો નંબર રહે દરેક સમયે ચાલું
પીઠે આની સાથે જ જેલના અધિકારીઓને નિર્દેશ આપ્યો કે યાચિકાકર્તા તેમજ દોષીને રજા આપતી વખતે અને તેના આત્મસમર્પણના સમયે પણ સાવચેતી રાખવામાં આવે. પીઠે કેદીને નિર્દેશ આપ્યા છે કે તે પંજાબી બાદ અને સિવિલ લાઇન્સ થાણાના અધિકારીઓને પોતાના મોબાઇલ ફોન નંબરની માહિતી આપે અને મોબાઇલ હંમેશાં ચાલું રાખવાનું કહ્યું. પીઠે ઉક્ત નિર્દેશો સાથે કેદીની યાચિકાની પતાવટ કરી. યાચિકાકર્તાને વર્ષ 2005માં એક હત્યાના મામલે દોષી ઠેરવતા નીચલાં ન્યાયાલયે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.

નોંધનીય છે કે આ પહેલી વાર નથી થયું, જો કે આ પહેલા પણ કેદીઓ જેલમાંથી બહાર આવીને લગ્ન કરી ચૂક્યા છે.

national news offbeat news delhi high court