પ્રિંગલ્સ ક્રિસ્પ ૧.૮૯ લાખ રૂપિયામાં વેચાઈ

14 May, 2022 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખરીદનાર બે વર્ષ સુધી દર મહિને ૯૫ પાઉન્ડ (લગભગ ૮૯૬૬.૫૭ રૂપિયા) ચૂકવી શકે છે, જે કુલ ૨૨૮૦ પાઉન્ડ (લગભગ ૨.૧૫ લાખ રૂપિયા) જેટલા થાય છે. 

પ્રિંગલ્સ ક્રિસ્પ ૧.૮૯ લાખ રૂપિયામાં વેચાઈ

​પટેટો ચિપ્સ અને ક્રિસ્પ તો લગભગ બધા ખાતા હશે. ભાગ્યે જ કોઈ એના શેપ પર ધ્યાન આપતું હશે. જોકે ઇંગ્લૅન્ડના બકિંગહૅમશરના હાઈ વાયકૉમ્બે શહેરમાં એક વ્યક્તિએ સૉર ક્રીમ અને અન્યન ફ્લેવરની અત્યંત દુર્લભ શેપ ધરાવતી એક ક્રિસ્પ વેચવા મૂકી હતી. મજાની વાત એ છે કે આ ક્રિસ્પના તેને ૨૦૦૦ પાઉન્ડ (લગભગ ૧.૮૯ લાખ રૂપિયા) મળ્યા હતા. 
ત્રીજી મેએ ઈબે પર પ્રિંગલ્સની ક્રિસ્પ વેચવા મૂકનાર વિક્રેતાએ એ એકદમ નવી, વપરાયા વિનાની, ખોલ્યા વિનાની પૅક તેમ જ નુકસાન થયા વિનાની હોવાનો દાવો કર્યો હતો. જો આ ક્રિસ્પનો પૅક ડબો ખરીદો તો એ માત્ર ૧.૬૫ પાઉન્ડ (લગભગ ૧૫૫.૭૪ રૂપિયા)માં મળી શકે છે અને જો તમે ભાગ્યશાળી હો તો એમાંથી તમને એક વળી ગયેલી ક્રિસ્પ પણ મળી શકે છે.  ક્રિસ્પ વેચનારે પૈસાની ચુકવણી માટે વિકલ્પ પણ ઑફર કર્યા હતા, જેમ કે ખરીદનાર બે વર્ષ સુધી દર મહિને ૯૫ પાઉન્ડ (લગભગ ૮૯૬૬.૫૭ રૂપિયા) ચૂકવી શકે છે, જે કુલ ૨૨૮૦ પાઉન્ડ (લગભગ ૨.૧૫ લાખ રૂપિયા) જેટલા થાય છે. 

offbeat news