મૃત્યુ પામેલાઓ માટે નહીં, જીવતા લોકો માટે પિન્ક કૉફિન

21 June, 2022 07:42 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

આ કૉફિન પ્લાસ્ટિકનું નહીં, લાકડાનું બનેલું છે અને એ અત્યંત વૈવિધ્યપૂર્ણ છે

પિન્ક કૉફિન

ટોક્યોના ઓટા વૉર્ડ એરિયામાં કિકિરારા કૉફિન ફૅક્ટરી ઝિગી વેમ્પ દ્વારા જીવતા લોકોના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યું છે પિન્ક કૉફિન ફર્નિચર, જેમાં તમે ઊંઘ પણ ખેંચી શકો છો.

આ કૉફિન પ્લાસ્ટિકનું નહીં, લાકડાનું બનેલું છે અને એ અત્યંત વૈવિધ્યપૂર્ણ છે. વધારાની ગાદીની જરૂર હોય તેમને માટે વેલોર ફૅબ્રિક અથવા સૅટિન લાઇનિંગ ઉપરાંત વિવિધ શૈલીઓ અને રંગોમાં ઉમેરી શકાય એવાં હૅન્ડલ પણ તૈયાર કરી શકાય છે.

આ કૉફિનનો ઉપયોગ તમે સૂવા ઉપરાંત ડાઇનિંગ ટેબલ, લાઉન્જ સોફા, સ્ટૅન્ડિંગ કબાટ અથવા સ્ટોરેજ ચેસ્ટ તરીકે પણ કરી શકો છો. આંતરિક શબપેટી બે કદમાં આવે છે, સ્ટાન્ડર્ડ સાઇઝ અને પ્લસ-સાઇઝ. ૪,૨૯,૦૦૦ યેન (લગભગ ૨,૪૭,૮૯૬ રૂપિયા)થી આ કૉફિનની કિંમત શરૂ થાય છે. 

offbeat news international news