આ રહ્યો 120 કિલોનો ચૉકલેટનો રોનાલ્ડો

11 February, 2020 07:44 AM IST  |  Portugal

આ રહ્યો 120 કિલોનો ચૉકલેટનો રોનાલ્ડો

ચૉકલેટનો રોનાલ્ડો

પોર્ટુગલના ચૉકલેટ નિર્માતા જ્યૉર્જ કાર્ડોસોએ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ચૉકલેટમાંથી સ્ટૅચ્યુ બનાવ્યું છે. સ્વિટ્ઝરલૅન્ડની એક ફૅક્ટરીમાં બનેલા ૧.૮૭ મીટર લાંબા આ સ્ટૅચ્યુને બનાવવામાં ૧૨૦ કિલો ચૉકલેટનો ઉપયોગ થયો છે તથા એને તૈયાર કરવામાં પૂરા ૨૦૦ કલાક લાગ્યા છે.

આ સ્ટૅચ્યુ બનાવવામાં કાર્ડોસોએ તમામ ઝીણી-ઝીણી વિગતોનો ખ્યાલ રાખ્યો છે, જેમ કે મૅચમાં તે કેવા શૉર્ટસ પહેરતો હતો. તેનાં બૂટ અને શીનપૅડ કેવાં હતાં. સ્ટૅચ્યુમાં રોનાલ્ડોની જર્સી નંબર-સાત સાથે પોર્ટુગલ ટીમનો બેજ પણ લાગેલો છે. પોર્ટુગલ ૨૦૧૬માં ફ્રાન્સને ૧-૦થી હરાવીને યુરો કપ જીત્યું હતું એની યાદ આ સ્ટૅચ્યુ અપાવે છે.

portugal offbeat news hatke news