ભિખારીએ શ્વાનને કરાવ્યું પોતાની થાળીમાં ભોજન, લોકોએ કહ્યું 'દિલથી અમીર'

16 July, 2020 03:53 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ભિખારીએ શ્વાનને કરાવ્યું પોતાની થાળીમાં ભોજન, લોકોએ કહ્યું 'દિલથી અમીર'

એવી વ્યક્તિ જે પૈસાથી ગરીબ છે પણ દિલથી અમીર છે

સોશિયલ મીડિયા પર હાલ એક ઇમોશનલ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ગરીબ માણસ પોતાની પ્લેટમાં સ્ટ્રીટ ડૉગ્સને દૂધ પીવડાવતો અને ખવડાવતો દેખાય છે. જેમ કે તમે આ વીડિયોમાં જોઇ શકો છો કે આ વ્યક્તિની પોતાની સ્થિતિ કેટલી ખરાબ છે તેની ચિંતા કર્યા વગર રસ્તા પર બેઠેલા કુતરાને ખવડાવી રહ્યો છે. આ વીડિયો ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર (IFS) સુશાંત નંદા (Sushanta Nanda)એ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શૅર કર્યો છે. સાથે આ વીડિયો શૅર કરતાં તેણે કૅપ્શનમાં લખ્યું, કોઇપણ વ્યક્તિ પૈસાથી અમીર-ગરીબ નથી બનતો પણ દિલથી અમીર બને છે.

જણાવવાનું કે આ વીડિયો અમુક કલાક પહેલા જ સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શૅર કર્યો હતો અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ વીડિયોને લોકોનો એટલો પ્રેમ મળ્યો છે કે આ વાતનો અંદાજો તમે અમુક જ કલાકમાં આ વીડિયોને મળેલા શૅર અને લાઇક્સને જોઇને લગાડી શકો છો. નોંધનીય છે કે અત્યાર સુધીમાં આ વીડિયો 33 હજારથી વધારે વાર જોવાઇ ચૂક્યો છે એટલું જ નહીં આ વીડિયોને 900થી વધારે રિટ્વીટ મળ્યા છે અને 5 હજારથી વધારે લાઇક્સ પણ મળી ચૂક્યા છે.

17 સેકેન્ડ્સના આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક વ્યક્તિ જેના શરીર પર યોગ્ય લૂગડું પણ નથી. સાવ નિઃસહાય આ વ્યક્તિ બે પ્લેટ્સમાં ખોરાક રાખીને રસ્તા પર બેઠેલા બે કુતરાઓને ખૂબ જ પ્રેમથી ખવડાવે છે. ભલે આ વ્યક્તિને લોકો ભિખારી કહેતાં હોય, નિઃસહાય કહેતા હોય કે પછી અન્ય કોઇ નામ આપતાં હોય પણ આ વ્યક્તિનો વ્યવહાસ તમને એક ક્ષણ માટે તો વિચારવા પર મજબૂર કરી જ દેશે કે પૈસા કમાવવાથી વધારે જરૂરી છે એક સારી વ્યક્તિ બનવું.

આ વીડિયોને લોકો શૅર કરતાંની સાથે-સાથે તેના પર કોમેન્ટ પણ કરતાં દેખાય છે. એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું છે, જેનું કોઇ નથી, તે બધાંને પ્રેમ કરે છે. તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે એક નેક દિલ વ્યક્તિ જ આવું કરી શકે છે.

national news offbeat news