ડ્રોનની મદદથી પોલીસે હાઈ ટેન્શન વાયરમાં ફસાયેલા કબૂતરને બચાવ્યું

15 October, 2021 10:48 AM IST  |  Peru | Gujarati Mid-day Correspondent

પ્રાપ્ત માહિતી અનુસાર આ પક્ષી લગભગ ૧૨ કરતાં પણ વધુ કલાકથી ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલું હતું

કબૂતરને બચાવ્યું

પક્ષીઓ તો આકાશમાં ઊડતાં જ શોભે, મકર સંક્રાન્તિમાં પણ આકાશમાં ઊડતાં પક્ષીઓ પતંગના માંજામાં ફસાઈ જાય ત્યારે એને બચાવવાનું ખૂબ સાવધાની અને સતર્કતા માગી લેતું કામ બની જાય છે.

તાજેતરમાં પેરુમાં એક પોલીસ-ટુકડીએ કબૂતરને હાઈ ટેન્શન વાયરમાં ફસાયેલું જોયું. જોતાં જ કબૂતરને બચાવવાનું સરળ નહીં હોય એટલો ખ્યાલ તેમને આવી ગયો હતો એથી તેમણે કબૂતરને બચાવવા ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. પ્રાપ્ત માહિતી અનુસાર આ પક્ષી લગભગ ૧૨  કરતાં પણ વધુ કલાકથી ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલું હતું. ફાયર ડિપાર્ટમેન્ટની મદદ વિના કબૂતર સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી સ્થાનિક પોલીસોએ ડ્રોન સાથે સાવચેતીપૂર્વક છરી બાંધી અને એક ઑફિસરે નીચે રહીને ડ્રોનનું નેવિગેશન સંભાળીને કબૂતરને વાયરમાંથી મુક્ત કર્યું હતું. સોશ્યલ મીડિયા પર ફરી રહેલા વિડિયોમાં જોઈ શકાય છે કે કબૂતરની પૂંછડી વાયરમાં ફસાયેલી હોવાથી તે ઇલેક્ટ્રિક વાયર પર ઊલટું લટકી રહ્યું હતું. પૂંછડીથી લટકેલા કબૂતરને બચાવવા માટે જ ડ્રોન સાથે છરી બાંધી હતી.

સાવચેતીપૂર્વક ડ્રોનનું નેવિગેશન કરીને કબૂતરને બચાવી લેવામાં આવ્યું હતું. કબુતરની પૂંછડી ઇલેક્ટ્રિક વાયરથી છૂટ્યા બાદ એ કબૂતર સ્થાનિકોએ નીચે બિછાવેલી ગાદી પર પડ્યું હતું.  જોકે પછીથી એ કબૂતરને સ્થાનિક શેલ્ટર હોમમાં લઈ જવાયું હતું.

offbeat news international news united states of america peru