‘પોલર પ્રીત’એ ઇતિહાસ સરજ્યો

22 January, 2023 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન ચંડીએ ૭૫ દિવસમાં રીડી ગ્લૅસિયર સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખ્યો હતો

‘પોલર પ્રીત’એ ઇતિહાસ સરજ્યો

‘પોલર પ્રીત’ નામથી જાણીતાં બ્રિટિશ આર્મી મેડિકલ ઑફિસર કૅપ્ટન હરપ્રીત ચંડીએ મહિલા દ્વારા એકલા અને કોઈ પણ જાતના સપોર્ટ વિના કરવામાં આવેલા ધ્રુવીય અભિયાનનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. હરપ્રીત ઍન્ટાર્કટિકામાં ૧૧૦૦ માઇલના ટ્રેક પર તેમના મિશન પર છે. તેઓ આ મહિનામાં બીજી વખત દ​િક્ષ‌ણ ધ્રુવ પર ગયાં છે. તેમણે માઇનસ ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રોજ ૧૩થી ૧૫ કલાક સ્કીઇંગ કરીને અત્યાર સુધીમાં ૮૬૮ માઇલનું અંતર કાપ્યું છે. આ પહેલાંનો ફીમેલ રેકૉર્ડ ૮૫૮ માઇલનો હતો. ઍના બ્લાચા નામની મહિલા દ્વારા ૨૦૨૦માં આ રેકૉર્ડ રચવામાં આવ્યો હતો.

કૅપ્ટન ચંડીએ ૭૫ દિવસમાં રીડી ગ્લૅસિયર સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જોકે તેઓ આ ટાર્ગેટ મિસ કરી જશે, પરંતુ તેઓ એકલાં અને કોઈ સહાય વિના ઍન્ટાર્કટિકા ક્રૉસ કરનારાં પ્રથમ મહિલા બન્યાં છે.

વેલ્સનાં પ્રિન્સ અને પ્રિન્સેસે કૅપ્ટન ચંડીને અભિનંદન આપ્યાં હતાં. ડર્બી યુનિવર્સિટીએ તેમને ઑનરરી ડિગ્રી આપી હતી અને બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે પણ તેમની ​અચીવમેન્ટને બિરદાવી હતી. કૅપ્ટન ચંડીએ ૨૦૨૧માં દ​ક્ષ‌િણ ધ્રુવ પર ટ્રેકિંગ કરીને ઇતિહાસ સરજ્યો હતો.

offbeat news united kingdom