કાચની બૉટલમાં જંગલઃ બરણીમાં પ્લાન્ટ મુકાયો પોલૅન્ડના મૉલમાં

19 May, 2019 08:11 AM IST  |  પોલેન્ડ

કાચની બૉટલમાં જંગલઃ બરણીમાં પ્લાન્ટ મુકાયો પોલૅન્ડના મૉલમાં

કાચની બોટલમાં ઉગાડ્યા ઝાડ

પોલૅન્ડના વૉર્સો શહેરમાં એક શૉપિંગ મૉલની બહાર એક જાયન્ટ કદની કાચની બરણી મૂકવામાં આવી છે જેમાં પ્લાન્ટ ઉગાડવામાં આવ્યો છે. કાચની બૉટલમાં વનસ્પતિ ઉગાડવાની આ પદ્ધતિને ટેરેરિયમ કહે છે. આ પદ્ધતિમાં ‌સીલ કરેલી બરણીમાં માટી અને વનસ્પતિ હોય છે. આ બરણીને સમયાંતરે પોષક તત્ત્વો આપવા માટે ખોલવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રદ્ધતિ નાની બરણીઓ માટે જ વાપરવામાં આવે છે, પરંતુ પોલૅન્ડના વૉર્સોમાં એક મૉલની બહાર જાયન્ટ બરણીમાં વનસ્પતિઓ ઉગાડવામાં આવી છે જેને લોકો ‘બરણીમાં જાયન્ટ જંગલ’ના હુલામણા નામે ઓળખે છે. લગભગ ૧૧૫૦ કિલો વજન ધરાવતી આ વનસ્પતિ વિશ્વના સૌથી લાર્જેસ્ટ ટેરેરિયમનો નમૂનો છે.

આ પણ વાંચોઃ કલકત્તાનો આ દુકાનદાર ત્રણ દાયકાથી ૨૫ પૈસામાં કચોરી ખવડાવે છે

offbeat news hatke news poland