પલંગ નીચેથી મળ્યો ઝેરી કરોળિયો

18 October, 2021 10:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે

પલંગ નીચેથી મળ્યો ઝેરી કરોળિયો

જન્મ અને મૃત્યુ સૃષ્ટિ પરના પ્રત્યેક જીવના જીવનક્રમનો હિસ્સો છે અને એમાંથી કોઈ પણ જીવ બાકાત નથી અને એથી જ સૃષ્ટિ પરની જીવસૃષ્ટિ ટકી રહી છે, પરંતુ અમુક જીવો માનવ વસાહતમાં રહેતા હોય છે અને અમુક માનવ વસાહતથી દૂર જંગલમાં રહેતા હોય છે. જંગલના જીવો માનવ વસાહતમાં જોવા મળી જાય તો માનવી ડરનો માર્યો મરી જ જાય.

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક માણસના પલંગ નીચે વિશ્વના સૌથી ઝેરી મનાતા કરોળિયા બચ્ચાંઓ સાથે જોવા મળ્યો હતો. કરોળિયાનું કદ હાથના પંજા જેટલું છે.

ફોટોગ્રાફર ગિલ વિઝાન જ્યારે ઇક્વાડોરમાં રહેતો હતો ત્યારે તેના બેડરૂમમાં ઝીણા કરોળિયા ફરતા જોયા અને એ ક્યાંથી આવી રહ્યા છે એ જોવા તેણે પલંગની નીચે નજર કરી તો પલંગની નીચે અસંખ્ય નાના કરોળિયા સાથે એક વિશાળકાય કરોળિયો જોવા મળ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે આ જ ફોટો માટે ગિલ વિઝાનને ‘ધી સ્પાઇડર રૂમ’ના શીર્ષક હેઠળ અર્બન વાઇલ્ડ લાઇફની શ્રેણીમાં શ્રેષ્ઠ ફોટોગ્રાફીનો અવૉર્ડ મળ્યો હતો. આ કરોળિયો આર્મ્ડ સ્પાઇડર કે બનાના સ્પાઇડર તરીકે પણ ઓળખાય છે  અને એનો દંશ માણસો માટે વિશેષ કરીને બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

offbeat news national news