ચૈત્રી પૂનમે જોવા મળતા ચંદ્રને ‘પિન્ક મૂન’ કેમ કહેવાય છે?

24 April, 2024 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પિન્ક મૂન નામ પૂર્વ અમેરિકામાં જોવા મળતી વનસ્પતિ ‘મોસ પિન્ક’ના નામ પરથી રાખવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ચૈત્રી પૂર્ણિમાના દિવસે ગઈ કાલે સાંજે આકાશમાં ‘પિન્ક મૂન’નો સુંદર નઝારો જોવા મળ્યો હતો. ‘પિન્ક મૂન’ સાંભળીને તમે ગુલાબી ચંદ્રની કલ્પના કરી હશે, પણ વાસ્તવમાં એ ગુલાબી નહીં પણ સામાન્ય ચંદ્રની જેમ જ સિલ્વર અને ગોલ્ડન કલરનો દેખાય છે. ૧૯૩૦માં ખેડૂતો માટેના પંચાંગમાં દરેક પૂર્ણિમા માટે મૂળ અમેરિકન ઉપનામ રાખવામાં આવ્યું અને આ પરંપરા કાયમી રહી. પિન્ક મૂન નામ પૂર્વ અમેરિકામાં જોવા મળતી વનસ્પતિ ‘મોસ પિન્ક’ના નામ પરથી રાખવામાં આવ્યું છે. એ સ્પ્રાઉટિંગ ગ્રાસ મૂન, એગ મૂન, ફિશ મૂન, ફેસ્ટિવલ મૂન તરીકે પણ ઓળખાય છે. જ્યારે ચંદ્ર ધરતીની નજીક હોય એ સમયે પૂનમ હોય તો જ પિન્ક ફુલ મૂન જોવા મળે છે.

offbeat videos offbeat news