કાઉબૉય જેવી હૅટ પહેરેલાં કબૂતરો ફરે છે લાસ વેગસમાં

12 December, 2019 01:23 PM IST  |  Mumbai Desk

કાઉબૉય જેવી હૅટ પહેરેલાં કબૂતરો ફરે છે લાસ વેગસમાં

અમેરિકાના લાસ વેગસમાં કેટલાક પ્રાણીપ્રેમીઓએ એવાં કબૂતરોને શહેરમાં ઊડતાં જોયાં છે જેની માથે કાઉબૉય જેવી હૅટ લગાવેલી છે. શહેરના બે મુખ્ય પાર્કિંગ લૉટ્સમાં આવાં અનેક કબૂતરો જોવાં મળ્યાં છે જેની તસવીરો ઍનિમલ ઍક્ટિવિસ્ટોએ ફેસબુક પર શૅર કરી છે. પંખીઓના બચાવનું કામ કરતા મારિયા હિલમૅનનું કહેવું છે કે પહેલી વારમાં જોઈને તો એવું લાગ્યું કે વાહ! કેટલું ક્યુટ છે? પછી મને થયું. વેઇટ અ મિનિટ. આ હૅટ કબૂતરના માથે પહોંચી કઈ રીતે? બસ, આ જ કારણોસર હવે તેણે આવાં કબૂતરોને પકડીને આ કૃત્રિમ હૅટમાંથી મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું છે. કબૂતરના માથે ટોપી પહેરાવવાનું કામ કોણે કર્યું હશે એ હજી સુધી સ્પષ્ટ નથી થયું.

las vegas offbeat news