દીપડાની આ જોડીનો વિડિયો વાઇરલ

13 March, 2023 02:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ સુંદર વિડિયો કૅપ્ચર કરવા માટે શાઝ જંગે ૬ દિવસ સુધી જંગલમાં બેસીને રાહ જોઈ હતી.

દીપડાની આ જોડીનો વિડિયો વાઇરલ

જાણીતા ફોટોગ્રાફર શાઝ જંગે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે દીપડાનો એકસાથે ફરતો એક વિડિયો શૅર કર્યો છે. શાઝે કૅપ્શનમાં લખ્યું છે, ‘તમારો પડછાયો જ તમારો પાક્કો દોસ્ત છે. મને આ શાનદાર ક્ષણ કૅપ્ચર કરવાની તક મળી, જેમાં કાળો દીપડો અને નૉર્મલ દીપડો સાથે ફરતા જોવા મળ્યા હતા. જોકે કાળો છે એ દીપડો છે અને એનું નામ સાયા છે અને નૉર્મલ છે એ દીપડી છે જેનું નામ ક્લિયોપેટ્રા છે.’ આ વિડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

આ ફોટોગ્રાફ કર્ણાટકના કાબિની જંગલનો છે. જ્યાં સાયા અને ક્લિયોપેટ્રાની જોડી ચાર વર્ષથી છે. આ સુંદર વિડિયો કૅપ્ચર કરવા માટે શાઝ જંગે ૬ દિવસ સુધી જંગલમાં બેસીને રાહ જોઈ હતી. આ વિડિયો કૅપ્ચર કરતી વખતે દૂરથી શાઝને લાગ્યું કે દીપડાની સાથે એનો પડછાયો છે, પણ પછી ખ્યાલ આવ્યો કે એ પડછાયો નથી, પરંતુ કાળો દીપડો છે.

offbeat news national news wildlife