મ્યુઝિકલ પ્લે દ્વારા ડૉગને બેસવાની તાલીમ અપાય છે

27 November, 2022 09:08 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

થિયેટરમાં મ્યુઝિકલ પ્લે પર્ફોર્મ થતું જોવા બેઠેલા તમામ ડૉગીઓ ગોલ્ડન રિટ્રાઇવલથી માંડીને પૂડલ્સ જેવા વિવિધ બ્રીડના હતા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સિનેમા થિયેટરમાં શાંતિથી બેસેલા ડૉગીઓનો ફોટો ઑનલાઇન વાઇરલ થતાં એણે અનેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ટ્વિટર પર આ ફોટો શૅર કરનાર યુઝરે કહ્યું કે થિયેટરમાં હાજર તમામ ડૉગી સર્વિસ ડૉગ એટલે કે દિવ્યાંગોને મદદ માટે ટ્રેઇન્ડ ડૉગ હતા. તેમને તેમની સીટ પર શાંતિથી બેસી રહેવાની તાલીમ આપવામાં આવી રહી હતી. આ સમયે કેટલાક કલાકારો સ્ટેજ પર તેમને માટે મ્યુઝિકલ પ્લે કરી રહ્યા હતા. આ સર્વિસ ડૉગે સંપૂર્ણ પ્લે દરમ્યાન શાંતિથી બેસી રહેવાનું હતું.  

થિયેટરમાં મ્યુઝિકલ પ્લે પર્ફોર્મ થતું જોવા બેઠેલા તમામ ડૉગીઓ ગોલ્ડન રિટ્રાઇવલથી માંડીને પૂડલ્સ જેવા વિવિધ બ્રીડના હતા. એમ જણાઈ રહ્યું હતું કે માલિકને ડિસ્ટર્બ કર્યા વિના થિયેટરમાં કેવી રીતે આગળ વધવું એની તાલીમ આ ડૉગી લઈ રહ્યા હતા. થિયેટર એ એક એવી જગ્યા છે જ્યાં કૂતરાઓ મોટા અવાજ, ડાર્ક લાઇટ્સ અને વિવિધ હલનચલન સહિત વિવિધ ઉત્તેજનાનો સામનો કરી શકે છે. સર્વિસ ડૉગ્સ માટે લાંબા સમય સુધી ચુસ્ત જગ્યાઓમાં શાંત રહેવું મુશ્કેલ કાર્ય બની શકે છે. આ પડકારને પહોંચી વળવા માટે જ આ સર્વિસ ડૉગ્સને ચુસ્ત ક્વૉર્ટર્સમાં કેવી રીતે વર્તવું એ શીખવતા જોઈ શકાય છે.

offbeat news international news