દીકરીને બચાવવા બે શ્વાને કોબ્રા સામે લડી આપ્યો જીવ

26 July, 2019 09:19 AM IST  |  ફિલિપાઈન્સ

દીકરીને બચાવવા બે શ્વાને કોબ્રા સામે લડી આપ્યો જીવ

ફિલિપીન્સના કિડપાવન શહેરમાં એક ઘરની બહારના સીસીટીવી કૅમેરામાં પાળેલા શ્વાનોની શૂરવીરતાની ઘટના કેદ થઈ હતી જેનો વિડિયો તાજેતરમાં વાઇરલ થયો છે. મૉક્સી અને માઇલી નામના બે પાળતુ શ્વાનોએ જોયું કે તેમના ઘરના વરંડામાં ઝેરી કોબ્રા પ્રવેશી રહ્યો છે. એ વખતે ઘરમાં બાળકી અંદર જમીન પર સૂતી હતી. માલિકની દોઢ વર્ષની દીકરીને બચાવવા માટે બન્ને ડૉગીએ કોબ્રા પર હુમલો કર્યો. ચપળ કોબ્રાએ તેમની પકડમાંથી છટકીને અનેક વાર ઘરમાં ઘૂસવાની ટ્રાય કરી, પણ દરેક વખતે ડૉગીઓએ તેની પૂંછ ખેંચીને તેને બહાર ખેંચી કાઢ્યો.

લગભગ બે મિનિટ સુધી બે ડૉગી અને ઝેરી કોબ્રા વચ્ચે જંગ ચાલતો રહ્યો. કોબ્રાએ કૂતરાઓને અનેક વાર ડંખ પણ માર્યા એમ છતાં બેમાંથી કોઈ ઢીલું ન પડ્યું. આખરે બે મિનિટના જંગ પછી કોબરાનો જીવ નીકળી ગયો. જોકે આ જંગમાં કૂતરાઓની હાલત પણ ખરાબ થઈ ગઈ. માઇલી નામના કાળા ડૉગીએ પણ એ સાપની બાજુમાં જ છેલ્લા શ્વાસ લીધા અને બીજા ડૉગીને સાપના ઝેરને કારણે આંખ ગુમાવવી પડી. આખી ઘટનાની ખબર પડતાં માલિક જેમી સેલિમ ગળગળો થઈ ગયો હતો.

news offbeat news hatke news philippines