કબરમાંથી શબની ઢાંકણીઓ કાઢીને જાદુટોણાં માટે વાપરે છે આ ભાઈ

28 February, 2019 09:04 AM IST  |  ફિલિપાઈન્સ

કબરમાંથી શબની ઢાંકણીઓ કાઢીને જાદુટોણાં માટે વાપરે છે આ ભાઈ

કાળા જાદુ માટે વાપરે છે મરેલા માણસની ઢાંકણી

ભૂતપ્રેત ઉતારવાનું કામ કરતા ફિલિપીન્સના ઍન્જેલિટો ઓરેટા નામના ભૂવાએ જાદુટોણાં કરવાની અનોખી રીત શોધી કાઢી છે. તે લોકોનાં ભૂત ઉતારી આપે છે અને એ માટે મરેલા માણસોની ઢાંકણીનો ઉપયોગ કરે છે. ઍન્જેલિટોનો શોખ અને વ્યવસાય જ છે આવી ઢાંકણીઓ મેળવવાનો, સાચવવાનો અને એમાંથી ગળા-હાથમાં પહેરી શકાય એવાં તાવીજ બનાવવાનો. તે કબરસ્તાનોમાં જઈને શબ કાઢે છે અને એની ઢાંકણીઓ તોડી લાવે છે. મેડિકલ ભાષામાં પટેલા તરીકે ઓળખાતું ચપટું હાડકું ખાસ મહkવ ધરાવે છે એવું ઍન્જેલિટોભાઈનું કહેવું છે.

શબમાંથી કાઢેલી ઢાંકણીને કેટલાક દિવસ માટે તે નારિયેળના તેલમાં બોળી રાખે છે જેથી હાડકાં પરની ત્વચા આપમેળે દૂર થઈ જાય છે. આ કાર્ય દરમ્યાન તે જાતજાતના મંત્રોચ્ચાર કરીને પ્રેતાત્માને શાંત કરવાનું કામ કરે છે. તેના ઘરમાં જ્યાં જુઓ ત્યાં માણસોની ઢાંકણીઓના ટુકડા અહીંતહીં વિખેરાયેલા જોવા મળી શકે છે. આ હાડકાંના ટુકડાઓમાંથી તે લકી ચાર્મ જેવાં તાવીજ અને લૉકેટ બનાવે છે જેને દોરામાં બાંધીને લોકો પોતાના ગળા કે હાથમાં બાંધી શકે છે.

આ પણ વાંચોઃ આ ભાઈએ ઘરમાં ચિહુઆહુઆ પ્રજાતિના ૩૭ ડૉગીઝ પાળ્યા છે

ભાઈનો દાવો છે કે આ લકી ચાર્મ લૉકેટ્સ પ્રેતાત્માઓથી રક્ષણ આપે છે અને એનાથી પરિવારને સુરક્ષા મળે છે. ઍન્જેલિટો પોતે સ્વીકારે છે કે આ રીતે ઢાંકણી કાઢવાનું ગેરકાનૂની છે, પરંતુ આ કામ તે લોકોના ભલા માટે કરતો હોવાથી તેને કોઈ વાતનો ડર નથી.

offbeat news hatke news