આ ફોટોગ્રાફ્સ નહીં, પરંતુ પેઇન્ટિંગ્સ છે

06 October, 2022 10:27 AM IST  |  Manila | Gujarati Mid-day Correspondent

ઈમેલને બાળપણથી જ ડ્રૉઇંગ કરવું ખૂબ જ ગમતું હતું એટલે તેના ફાધરે તેને બેઝિક ડ્રૉઇંગ શીખવાડ્યું હતું.

આ ફોટોગ્રાફ્સ નહીં, પરંતુ પેઇન્ટિંગ્સ છે

ફિલિપીન્સનો ટૅલન્ટેડ આર્ટિસ્ટ ઈમેલ એસ્પિરિટુ અત્યારે ખૂબ જ ધ્યાન ખેંચી રહ્યો છે. એનું કારણ અત્યંત રિયલ લાગતાં તેનાં પોર્ટ્રેટ્સ છે, જે પહેલી નજરે તો ફોટોગ્રાફ્સ જ જણાય.

ઈમેલને બાળપણથી જ ડ્રૉઇંગ કરવું ખૂબ જ ગમતું હતું એટલે તેના ફાધરે તેને બેઝિક ડ્રૉઇંગ શીખવાડ્યું હતું. જોકે તે જેમ-જેમ મોટો થતો ગયો એમ ડ્રૉઇંગમાં તેનો રસ પણ વધતો ગયો હતો. જોકે તેના ફાધર નહોતા ઇચ્છતા કે તે આર્ટમાં તેની કરીઅર બનાવે.

ઈમેલે કૉલેજમાં ફિશરીઝમાં સ્ટડી કર્યો હતો, પરંતુ તેણે ક્યારેય ડ્રૉઇંગ કરવાનું બંધ નથી કર્યું. એના બદલે તે યુટ્યુબ પર ટ્યુટોરિયલ્સ જોઈને તેની ડ્રૉઇંગ સ્કિલ્સને વધુ ડેવલપ કરતો ગયો હતો. પેઇન્ટિંગના સામાનના ખર્ચ માટે તે સામાન્ય નોકરી કરતો ગયો. આજે તેની મહેનત રંગ લાવી છે. આ યંગ આર્ટિસ્ટ તેનાં પોર્ટ્રેટ્સ માટે ફેમસ છે.

offbeat news philippines international news manila