નવ કરોડ રૂિપયાથી વધુ સૅલૅરી પણ કૅ​ન્ટીનમાંથી ચોરતો હતો સૅન્ડવિચ

06 February, 2020 09:12 AM IST  |  Mumbai Desk

નવ કરોડ રૂિપયાથી વધુ સૅલૅરી પણ કૅ​ન્ટીનમાંથી ચોરતો હતો સૅન્ડવિચ

લંડનસ્થિત સિટી બૅન્કના હેડ ક્વૉર્ટરમાંથી સૅન્ડવિચ ચોરવા બદલ ભારતીય મૂળના ૩૧ વર્ષના બૅન્કર પારસ શાહને તેની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. પારસ શાહનું વેતન વર્ષે ૯ કરોડ કરતાં પણ વધુ છે. ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક સિટી ગ્રુપે તપાસ પછી યુરોપ, મિડલ-ઈસ્ટ અને આફ્રિકામાં સિટી ગ્રુપના હેડ પારસ શાહને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

પારસને બૅન્કમાંથી રવાના કરવા પછળ સૅન્ડવિચ ચોરવા ઉપરાંત અન્ય પણ ગુનાઓ છે. જોકે તેણે કેટલી સૅન્ડવીચ ચોરી અને કેટલી વાર ચોરી કે પછી આ બાબત ક્યારે પ્રકાશમાં આવી એ વિશે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. આ મુદ્દે સિટી બૅન્ક કે પારસ શાહ પણ કોઈ વાત નથી કરતાં.

જોકે ૨૦૧૬માં એક જપાની બૅન્કરને તેના સહકર્મચારીની બાઇક ચોરવા બદલ અને ૨૦૧૪માં બ્લૅક રૉક અસેટમેન્ટ ઇન્વેસ્ટરના એમડીને ટ્રેનની ટિકિટ ન કાઢવા બદલ પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા હતા.

international news offbeat news