મહિલાના એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતાં પહેલા અને બાદના ફોટો જોઈને લોકો અવાક્

28 January, 2022 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રસૂતિ બાદના પોતાના પેટના ફોટો પણ તેણે શૅર કર્યા હતા, જેને પણ ૪૦,૦૦૦થી વધુ લાઇક મળી હતી. મિશેલાએ ડિલિવરી દરમ્યાન એની કાળજી લેનાર મેડિકલ સ્ટાફની પણ પ્રશંસા કરી હતી.

મહિલાના એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતાં પહેલા અને બાદના ફોટો જોઈને લોકો અવાક્

મિશેલા મેયર-મોર્સીએ તાજેતરમાં એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. વળી તમામ બાળકોનો જન્મ સિઝેરિયન દ્વારા કરવામાં આવ્યો હતો. સોશ્યલ મીડિયા પર મિશેલે પોતાનાં ત્રણ નવજાત બાળકોના ફોટો બતાવતાં લોકોએ તેને અભિનંદન પણ આપ્યાં હતાં. જોકે તેના ફૉલોઅરનું સૌથી વધારે ધ્યાન તેના પ્રસૂતિ પહેલાં તેમ જ ત્યાર બાદ બતાવેલા પેટના ફોટો પર ખેંચાયું હતું. મિશેલાએ ગર્ભાવસ્થાના તમામ ફોટો પોતાના ૨.૬ લાખ ફૉલોઅર્સ સાથે શૅર કર્યા હતા. તેણે પોતાનો ૩૫ સપ્તાહનો બેબી-બમ્પને દેખાડ્યો હતો, જે ઘણા લોકોને ખોટો લાગ્યો હતો. ત્યાર બાદ તેણે એક વિડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેણે પોતાના બેબી-બમ્પને હાથ વડે ઊંચકતી હોય એવો વિડિયો પણ બનાવ્યો હતો. એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતાં મિશેલા હવે પાંચ બાળકોની મમ્મી બની ગઈ છે. 
પ્રસૂતિ બાદના પોતાના પેટના ફોટો પણ તેણે શૅર કર્યા હતા, જેને પણ ૪૦,૦૦૦થી વધુ લાઇક મળી હતી. મિશેલાએ ડિલિવરી દરમ્યાન એની કાળજી લેનાર મેડિકલ સ્ટાફની પણ પ્રશંસા કરી હતી.

offbeat news