આખું ઘર લોકોએ લાકડીની મદદથી ખસેડ્યું

07 February, 2021 09:37 AM IST  |  Nagaland | Gujarati Mid-day Correspondent

આખું ઘર લોકોએ લાકડીની મદદથી ખસેડ્યું

એકતામાં જ શક્તિ છે એ ઉક્તિ સર્વવિદિત છે. એકલો માણસ જે ન કરી શકે એ માનવસમૂહ મળીને ચપટી વગાડતામાં જ કરી શકે છે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં નાગાલૅન્ડના લોંગલેંગમાં યાશેમ ગામના લોકો પગે ચાલીને આખું ઘર ઉપાડીને બીજે ઠેકાણે ખસેડી રહ્યા છે. ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસિસનાં ઑફિસર સુધા રામને આ વિડિયો ટ્વિટર પર શૅર કર્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે ગામના લોકોએ ઘરને ચારે તરફથી લાકડીની મદદથી ઊંચકી લીધું છે અને ધીમે-ધીમે તેને ખસેડીને બીજા સ્થળે લઈ જઈ રહ્યા છે.

offbeat news international news nagaland