આ દેશમાં અપરાધીઓની કરવામાં આવે છે પૂજા, કારણ જાણીને ચોંકી જશો

27 September, 2020 06:54 PM IST  |  Venezuela | Gujarati Mid-day Online Correspondent

આ દેશમાં અપરાધીઓની કરવામાં આવે છે પૂજા, કારણ જાણીને ચોંકી જશો

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

અપરાધી એવી વ્યક્તિ છે જેને લોકો નફરતના ભાવથી જ જુએ છે. દુનિયાભરમાં હંમેશા અપરાધીઓને નફરતની ભાવનાથી જોવામાં આવે છે. તેનું એક પ્રમુખ કારણ એ છે કે, અપરાધીઓ દ્વારા કરવામાં આવેલ અપરાધ ઘણી વખત એટલા જઘન્ય હોય છે કે, તેમના માટે લગભગ જ કોઈ હમદર્દી રાખે છે. બાળપણથી અપરાધીઓથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવે છે. જેથી તેમના પ્રભાવમાં આવીને આપણે પણ કંઈક ખોટુ ન કરી બેસે. પણ શું તમે જાણો છો દુનિયામાં એક એવો પણ એક દેશ છે જ્યાં અપરાધીઓની પૂજા કરવામાં આવે છે. ફક્ત અપરાધીઓની પૂજા જ નહીં પણ આ દેશના લોકો અપરાધીઓને દેવતાના નામ આપે છે. આ વાત ભલે જ તમને થોડી અજીબ લાગે, પરંતુ આ હકીકત છે. આ ઘટના છે લેટિન અમેરિકી દેશ વેનેઝુએલાની.

વેનેઝુએલાના લોકો આ દુનિયામાંથી મૃત્યુ પામેલ અપરાધીઓની મૂર્તિ બનાવી તેમની પૂજા કરે છે. આ અપરાધીઓને દેવતાઓનું નામ આપવામાં આવ્યુ છે. જેને સ્પેનિશ ભાષામાં સેન્ટોસ મેલેંડ્રોસ કહેવામાં આવે છે. બદનામ અને ખૂંખાર અપરાધીઓની મૂર્તીઓને એક જગ્યા પર રાખવામાં આવી છે. જેના દર્શન માટે અહીંયા દૂર-દૂરથી લોકો આવે છે.

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

વેનેઝુએલામાં આ અપરાધીઓની છબી રોબિનહુડ જેવી રહી છે. આ બધા અપરાધી અમીર લોકો પાસેથી લૂંટાયેલી રકમને ગરીબ લોકો વચ્ચે વહેંચી દેતા હતા. અહીંયાના સ્થાનીય નિવાસી આ અપરાધીઓની પૂજા એટલા માટે કરતા હતા કારણ કે, તેમને કોઈની પણ હત્યા કરી હતી નહી. તેમણે માત્ર અમીરોન જ લૂંટ્યા હતા. તો ગરીબોની ભરપૂર મદદ કરી હતી. સ્થાનીય લોકોનું માનવુ છે કે, મેલેન્ડ્રોએ સારુ કામ કર્યુ છે. જે માટે તેમને કંઈક ખાસ ઈનામ આપવું જોઈએ. જો તેમની પૂજા નહી કરવામાં આવે તો તેઓ ગુસ્સે થઈ જશે.

જો દેશમાં કોઈ માણસ પરેશાન છે તો તે મેલેંડ્રો પાસેથી દુઆ માગે છે. લોકોને વિશ્વાસ છે કે, એ ખુશ થઈને વરદાન આપે છે અને તેમનું બગડેલુ કામ બની જાય છે. લોકોની માનતાઓ પૂર્ણ થયા બાદ આ સેંટોસ મેલેંડ્રોને ચઢાવામાં પ્રસાદના રૂપે દારૂ અને સિગરેટ આપવામાં આવે છે.

international news venezuela offbeat news