ઑસ્ટ્રેલિયાના આ ઘરને જોવા લોકો તગડી ફી ચૂકવી રહ્યા છે

16 October, 2021 08:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકો મેળાની જેમ આ ઘર જોવા ઊમટી પડ્યા છે અને એ પણ એક મુલાકાતની ૩૭ ડૉલર એટલે કે અંદાજે ૨૮૦૦ રૂપિયા જેવી તગડી કિંમત ચૂકવીને. લોકોને ઘેલું કરનારા આ ઘરની કિંમત ૧૪ કરોડ રૂપિયા અંકાઈ રહી છે. 

ઑસ્ટ્રેલિયાના આ ઘરને જોવા લોકો તગડી ફી ચૂકવી રહ્યા છે

હાલમાં ઑસ્ટ્રેલિયામાં આવેલું એક ઘર મહેલ કરતાં પણ મોંઘેરો દરજ્જો ભોગવી રહ્યું છે. ઑસ્ટ્રેલિયાના સૌથી વિશેષ ઘર તરીકે ઓળખાવા લાગેલું પાંચ બેડરૂમનું આ ઘર તેની અનોખી ડિઝાઇનને લીધે લોકપ્રિય છે. એમાં રહેવા તો ઠીક, માત્ર જોવા માટે ૬૦,૦૦૦ જેટલા ફૉલોઅર્સ તરસી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આ હોમ અત્યંત લોકપ્રિય બન્યું છે. 
સંપૂર્ણ સફેદ રંગનું અને સ્વર્ગના મહેલ જેવા આ ઘરના ઇન્ટીરિયરના લોકો દીવાના બન્યા છે. મૉન્ટેગો હિલ્સ પરનું આ મકાન લાઇફસ્ટાઇલ અને ફૅશન બ્રૅન્ડ્સનું માનીતું સ્થળ રહ્યું છે. તાજેતરમાં આ ઘર વેચવામાં આવશે એવી જાહેરાત થઈ છે અને ભારેખમ ટિકિટ વસૂલીને ઘરની મુલાકાત યોજાઈ રહી છે. લોકો મેળાની જેમ આ ઘર જોવા ઊમટી પડ્યા છે અને એ પણ એક મુલાકાતની ૩૭ ડૉલર એટલે કે અંદાજે ૨૮૦૦ રૂપિયા જેવી તગડી કિંમત ચૂકવીને. લોકોને ઘેલું કરનારા આ ઘરની કિંમત ૧૪ કરોડ રૂપિયા અંકાઈ રહી છે. 

offbeat news united states of america