ચા માટે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ કરો

02 October, 2022 07:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્વિટર પર શૅર કરાયેલા ફોટોમાં એક માણસ ચા બનાવી રહ્યો છે

ચા માટે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ કરો

બૅન્ગલોરમાં બૅચલર ઑફ કમ્પ્યુટર ઍપ્લિકેશન (બીસીએ)નો અભ્યાસ અધવચ્ચે છોડ્યા બાદ શુભમ સૈની નામના યુવાને ‘ફ્રસ્ટ્રેટેડ ડ્રૉપઆઉટ’ નામનો ટી-સ્ટૉલ શરૂ કર્યો છે. ભારતમાં દરેક ગલીના નુક્કડ પર નાનો ટી-સ્ટૉલ જોવા મળી શકે છે, પરંતુ આ ટી-સ્ટૉલ એટલા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કેમ કે અહીં ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારાય છે.

ટ્વિટર પર શૅર કરાયેલા ફોટોમાં એક માણસ ચા બનાવી રહ્યો છે. તેના ટેબલ પર મૅગી અને પાસ્તાનાં પૅકેટ્સ પડ્યાં છે અને પાછળ બૅનર પર ‘ચલ ચાય પીતે હૈં’ લખેલું છે તથા પેમેન્ટ ક્રિપ્ટોમાં સ્વીકારાય છે એમ લખાયું છે. ગ્રાહક ચાના ૨૦ રૂપિયાની ચુકવણી યુપીઆઇ ઍપથી પણ કરી શકે છે.

શુભમ સૈનીએ જણાવ્યા મુજબ તેણે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ૧.૫ લાખનું રોકાણ કર્યું હતું અને ગણતરીના મહિનામાં તેના પોર્ટફોલિયો અકાઉન્ટમાં ૧૦૦૦ ટકાનો વધારો નોંધાયો અને તેના ક્રિપ્ટોવૉલેટનું બૅલૅન્સ ૩૦ લાખ રૂપિયા થઈ ગયું હતું. જોકે પછી ૨૦૧૯માં પરિસ્થિતિ પલટાતાં ક્રિપ્ટોમાર્કેટ તૂટી ગયું અને તેના વૉલેટમાં ફરીથી માત્ર ૧ લાખ રૂપિયા બચ્યા હતા. એક જ રાતમાં તે ટોચ પરથી પાછો નીચે ગબડી ગયો હતો.

જોકે લોકોને પ્રશ્ન થાય છે કે તે ક્રિપ્ટોમાં પેમેન્ટ કેવી રીતે સ્વીકારી શકે? એક્સચેન્જ રેટ તે કેવી રીતે નક્કી કરી શકે? જોકે કેટલાકે તેને નેક્સ્ટ લેવલનું માર્કેટિંગ ગણાવ્યું છે.

offbeat news offbeat videos