પેટ્રોલે સેન્ચુરી ફટકારતા ભોપાલવાસીઓએ અનોખી રીતે કર્યો વ્યંગ

17 February, 2021 08:33 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

પેટ્રોલે સેન્ચુરી ફટકારતા ભોપાલવાસીઓએ અનોખી રીતે કર્યો વ્યંગ

પેટ્રોલના ભાવવધારાના અલગ-અલગ ઠેકાણે જુદા-જુદા પ્રકારના પ્રત્યાઘાત પડી રહ્યા છે. શનિવારે પરોઢ પૂર્વે પેટ્રોલનો લિટરનો ભાવ ૧૦૦.૦૪ રૂપિયાએ પહોંચ્યો હોવાના સત્તાવાર સંદેશા વહેતા થયા એ પછી મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક જણે હાથમાં ક્રિકેટ-બૅટ અને માથા પર હેલ્મેટ પહેરીને પેટ્રોલ પમ્પ સામે ઊભા રહીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એ માણસ કૉન્ગ્રેસનો સ્થાનિક હોદ્દેદાર હોવાનું કહેવાય છે. કૅપ્શનમાં ‘સેન્ચુરી નૉટ-આઉટ’ લખીને બૅકગ્રાઉન્ડમાં પેટ્રોલ પમ્પ હોય એવો એ ફોટોગ્રાફ ટ્વિટર સહિત અનેક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર વાઇરલ થયો છે. મધ્ય પ્રદેશની રાજ્ય સરકાર પેટ્રોલ પર ૩૯ ટકા અને ડીઝલ પર ૨૮ ટકા ટૅક્સ વસૂલ કરે છે. કેન્દ્ર સરકાર લિટરદીઠ પેટ્રોલ પર ૩૧ રૂપિયા અને ડીઝલ પર ૨૩ રૂપિયા ટૅક્સ લાગુ કરે છે.

offbeat news national news bhopal