પપ્પા હવે હું સૌમ્યા નહીં પણ સમીર છું....

30 June, 2019 06:51 PM IST  |  પટના

પપ્પા હવે હું સૌમ્યા નહીં પણ સમીર છું....

સૌમ્યા બની સમીર

બાળપણથી જ પોતાના સ્ત્રી શરીરમાં પોતાને અસહજ અનુભવતી સૌમ્યા આખરે આઠ વર્ષની જટિલ કાયદાકીય પ્રક્રિયા અને મેડિકલ તપાસ બાદ સ્ત્રી શરીરમાંથી મુક્તિ મેળવી ચૂકી છે. 31 વર્ષની સૌમ્યાનું નવું નામ હવે સમીર છે. તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ યુવતીને જટિલ ઑપરેશનમાંથી પસાર થવું પડ્યું. હકીકતે, સૌમ્યાએ દસ દિવસ પહેલા પટનામાં પોતાના પરિવારના સભ્યોને ફોન કરીને બેંગ્લોર બોલાવ્યા હતા જ્યાં આ વાતની માહિતી સૌમ્યાના પિતાને થઈ કે હવે તેમની દીકરી સૌમ્યા નહીં પણ સમીર બની ગઈ છે. પોતાનું નામકરણ પણ તેણે પોતે કર્યું છે. કહેવાય છે કે ટૂંક સમયમાં જ સમીરના લગ્ન થવાના છે.

યુવતીમાંથી યુવક બનવાની ઘટના

યુવતીમાંથી યુવક બનવાની સ્ટોરી સમીર ભારદ્વાજની છે. તે સમસ્તીપુર જિલ્લાના મુજૌના ગામના છે. તેના પિતા ડૉ. લક્ષ્મીકાંત સજલ જાણીતાં શૈક્ષિક લેખક-વિશ્લેષક છે. બાળપણથી જ સૌમ્યાના હાવભાવ છોકરાઓ જેવા જ હતા. ન તો છોકરીઓના કપડાં પહેરવા ગમતાં કે ન તો છોકરીઓ જેવી ચપ્પલ કે બૂટ. છોકરીઓના ડ્રેસમાં તે ફક્ત સ્કૂલમાં જતી હતી. બાકીના સમયમાં તે છોકરાઓ જેવા જ કપડાં પહેરીને ફરતી. ત્યારે, તે પટનાની કેન્દ્રીય શાળામાં, શેખપુરાની વિદ્યાર્થી હતી. તે શાળાની ક્રિકેટ ટીમમાં પણ હતી તેના સારા પર્ફોર્મન્સને કારણે ઘણા અવોર્ડ્સ તો મળ્યા, બિહારની મહિલા ક્રિકેટ ટીમમાં પણ તેનું સિલેક્શન થયું. તેણે ઘણા રાજ્યો સાથે મેચ રમી અને વિપક્ષની ટીમને ધૂળ ચાટતાં કર્યાં. દસમી પછી તે કોચિંગ કરવા માટે તે કોટા ગઇ, તો રાજસ્થાનની મહિલા ક્રિકેટ ટીમમાં પણ સામેલ થવા માટે તેને આમંત્રણ પણ મળ્યું.

આ પણ વાંચો : સુશીલ કુમાર શિંદે હોઈ શકે છે રાહુલ ગાંધીના ઉત્તરાધિકારી, ચર્ચાઓ થઈ તેજ

બે વર્ષ સુધી કાઉન્સિલિંગ બાદ શરૂ થઈ પ્રક્રિયા

બાળપણથી જ સૌમ્યા સ્ત્રી શરીરથી મુક્ત થવા ઇચ્છતી હતી. એરોનૉટિકલ ઇન્જિનિયરિંગની સ્ટડિ પૂરી કર્યા બાદ તે આમાં લાગી ગઈ. તે પણ ઘર-પરિવારના સભ્યોને જણાવ્યા વગર. આ માટે પહેલા તેને મનોવૈજ્ઞાનિક રૂપે બે વર્ષની કાઉન્સિલિંગમાંથી પસાર થવું પડ્યું. ત્યાર બાદ માનસિક અને શારીરિક સ્તરે કેટલાક કલાકોની તપાસ ચાલી. ત્યારે તેને જેન્ડર આઇડેન્ટિટી ડિસ્ફોરિયાનું સર્ટિફિકેટ મળ્યું. અને આ સર્ટિફિકેટને આધારે હોસ્પિટલમાં ઈન્ડોક્રિયોલૉજિસ્ટના વિશેષજ્ઞ દ્વારા હોર્મોન્સની તપાસ થઈ. ત્યાર પછી પણ કેટલીય જટિલ તપાસ કરવામાં આવી. તેના પછી હોર્મોન થેરેપી શરૂ થઈ. આ થેરેપીની મદદથી શરીરમાં મેલ હોર્મોનની માત્રા વધારવામાં આવી. આને લીધે 'પુરુષ શરીર' રૂપે તેનું 'સ્ત્રી શરીર' બદલાવા લાગ્યું.

offbeat news national news