✕

ટ્રેનના AC કોચમાં આરતી કરી અને શંખ પણ ફૂંક્યો

27 November, 2026 02:06 PM IST  |  India | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં એક પૅસેન્જર ચાલતી ટ્રેનમાં બે સીટોની વચ્ચેના પ્લૅટફૉર્મ પર ભગવાનની મૂર્તિ ગોઠવીને બાકાયદા દીવો પ્રગટાવીને આરતી કરે છે અને શંખ પણ ફૂંકે છે.

ટ્રેનમાં આરતી

ભારતમાં રેલવેને તો પ્રવાસીઓ પોતાનું ઘર સમજી બેઠા હોય એવું લાગે છે. તાજેતરમાં એક પૅસેન્જર ચાલતી ટ્રેનમાં બે સીટોની વચ્ચેના પ્લૅટફૉર્મ પર ભગવાનની મૂર્તિ ગોઠવીને બાકાયદા દીવો પ્રગટાવીને આરતી કરે છે અને શંખ પણ ફૂંકે છે. આ ઘટનાનો વિડિયો ગૉડ ઑફ વૉર નામના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો છે. એમાં એક માણસ ખુલ્લા ડિલે કાળી ધોતી પહેરીને બેઠો છે. તેના શરીરે ભભૂતિ ચોપડેલી છે. બે સીટ વચ્ચે સામાન મૂકવા માટેના ટેબલ પર ભગવાનના ફોટો પાસે દીવો પ્રગટાવેલો છે. પૂજા માટે ફૂલો પાથરેલાં છે અને ગેંદાફૂલ સાથે આરતીની થાળી સજાવી છે અને ભાઈ શંખ ફૂંકી રહ્યા છે. વિડિયો સાથે સવાલ કરવામાં આવ્યો હતો કે ‘આવી પ્રવૃત્તિઓ પર રેલવે કોઈ ઍક્શન કેમ નથી લઈ રહી? રેલવેનો સ્ટાફ શું આગ લાગે એની રાહ જોઈ રહ્યો છે?’ આ વિડિયો શૅર કરનારા અકાઉન્ટ પાસેથી રેલવેએ વધુ વિગતો માગી હતી જેથી એના પર ઍક્શન લઈ શકાય.

indian railways viral videos social media fire incident offbeat news culture news